Weather Update: આજે ઘરની બહાર નીકળતા પહેલા જાણો મોસમનો મૂડ કેવો રહેશે?

Weather Update:  હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટ (Skymet)એ ચાલુ વર્ષે પણ દેશમાં ચોમાસુ સામાન્ય રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. મંગળવારે સ્કાયમેટે આગાહી કરી હતી કે, આ સતત ચોથું વર્ષ છે જ્યાં દેશમાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સામાન્ય વરસાદ પડી શકે છે.

Weather Update: આજે ઘરની બહાર નીકળતા પહેલા જાણો મોસમનો મૂડ કેવો રહેશે?

Weather Update: સમગ્ર ઉત્તર ભારતમાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ફૂંકાતા ગરમ પવનથી લોકો પરેશાન છે. આવી સ્થિતિમાં દિલ્હી-NCRના લોકો માટે રાહતના સમાચાર છે. રાજધાનીમાં આગામી દિવસોમાં તાપમાનમાં નજીવો ઘટાડો જોવા મળશે. દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે.

મહત્તમ તાપમાન 39 ડિગ્રી
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આજે દિલ્હીમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. જ્યારે, લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. દિલ્હીની વાત કરીએ તો આજે સવારથી આકાશ વાદળછાયું છે. દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ બાજુથી 7.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

દિવસભર છવાયેલા રહેશે વાદળો 
દિવસભર વાદળછાયા વાતાવરણને કારણે તાપમાનમાં પણ નજીવો ઘટાડો જોવા મળશે. સવારના સમયે કેટલાક સ્થળોએ હળવા ઝરમર ઝરમર વરસાદ વરસ્યો હતો. જો કે કેરળ, આસામ, હિમાચલ પ્રદેશમાં આજે વરસાદ પડી શકે છે. ઉત્તરાખંડમાં પણ હળવા વરસાદની શક્યતા છે.

ખાનગી એજન્સી સ્કાયમેટની આગાહી
હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટ (Skymet)એ ચાલુ વર્ષે પણ દેશમાં ચોમાસુ સામાન્ય રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. મંગળવારે સ્કાયમેટે આગાહી કરી હતી કે, આ સતત ચોથું વર્ષ છે જ્યાં દેશમાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સામાન્ય વરસાદ પડી શકે છે. સ્કાયમેટની આગાહી પ્રમાણે, 2022માં દેશમાં સામાન્ય વરસાદ થવાની 65 ટકા સંભાવના છે. કોરોના મહામારીના કારણે પાછલા બે વર્ષમાં આવેલી અડચણો છતાં સારું પ્રદર્શન કરનારા ભારતના કૃષિ ક્ષેત્રને રાહત આપતાં સમાચાર છે.

સ્કાયમેટની આગાહી અનુસાર, ઉત્તર ભારતના ખેતી માટે મુખ્ય સ્થળો ગણાતાં પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ તેમજ સારો વરસાદ રહે છે તેવા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ચાલુ વર્ષે સામાન્યથી વધુ વરસાદની વકી કરવામાં આવી છે. ચોમાસાની ઋતુના પહેલા ભાગમાં એટલે કે જૂન અને જુલાઈમાં સેકન્ડ હાફ એટલે ઓગસ્ટ-સપ્ટેમ્બર કરતાં વધુ સારો વરસાદ રહેશે. ચોમાસાના શરૂઆતના મહિના જૂનમાં સારા વરસાદથી ઋતુનો પ્રારંભ થશે, તેમ સ્કાયમેટનું કહેવું છે. ચાર મહિનાની સીઝનમાં સરેરાશ 880.6 મિલીમીટર વરસાદ પડે છે ત્યારે ચાલુ વર્ષે ચોમાસુ 98 ટકા (5 ટકા જેટલો વધારો ઘટાડો થઈ શકે)ના LPA (લોન્ગ પીરિયડ એવરેજ) પર 'સામાન્ય' રહી શકે છે તેવી સ્કાયમેટની આગાહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news