નવી દિલ્હીઃ શેર બજારમાં જોવા મળતા નકારાત્મક માહોલ વચ્ચે આજે પોપુલર વ્હીકલ્સ સર્વિસિસનો આઈપીઓ લિસ્ટ થયો હતો. પરંતુ આ આઈપીઓ બે ટકાના ઘટાડા સાથે લિસ્ટ થતાં રોકાણકારોને નુકસાન થયું છે. કંપનીના શેર બીએસઈ પર એક ટકાના ઘટાડા સાથે 292 રૂપિયા પર લિસ્ટ થયા હતા. બાદમાં શેર 10.88 ટકા તૂટી 262.90 રૂપિયાના સ્તર પર આવી ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

NSE પર 1.96% ડિસ્કાઉન્ટ પર શેર
આ રીતે એનએસઈ પર પોપુલર વ્હીકલ્સના શેર 1.96 ટકા તૂટી 289.20 રૂપિયા પર લિસ્ટ થયો હતો. કંપનીના આઈપીઓનું 1.23 ગણું સબ્સક્રિપ્શન કરવામાં આવ્યું હતું. રિટેલ ઈન્વેસ્ટરો માટે આઈપીઓ 12 માર્ચથી 14 માર્ચ સુધી ખુલ્યો હતો. રિટેલ ઈન્વેસ્ટરો માટે 35 ટકા ભાગ રિઝર્વ રાખવામાં આવ્યો હતો. નોંધનીય છે કે કંપનીના કર્મચારીઓ માટે એક શેર પર 50 રૂપિયાની છૂટ આપવામાં આવી હતી. 


આ પણ વાંચોઃ Credit Card થી દોડશે તમારા ક્રેડિટ સ્કોરનું મીટર, જાણો 1, 2 કે 3.. કેટલા કાર્ડ રાખવા


નોંધનીય છે કે પોપુલર વ્હીકલ્સ એન્ડ સર્વિસિસ આઈપીઓની સાઇઝ 601.55 કરોડ રૂપિયાની હતી. કંપનીએ આઈપીઓમાં 0.85 કરોડ રૂપિયાના ફ્રેશ શેર અને 250 કરોડ રૂપિયાના શેર ઓફર ફોર સેલ હેઠળ જારી કર્યાં હતા. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇઝ બેન્ડ 280 રૂપિયાથી 295 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી હતી. પોપુલર વ્હીકલ્સ એન્ડ સર્વિસિસ આઈપીઓની લોટ સાઇઝ 50 શેરની હતી. 


કંપનીના રેવેન્યૂમાં વર્ષ-દર-વર્ષ 41 ટકાની તેજી આવી અને તેણે 4875 કરોડ રૂપિયાની કમાણી કરી. જ્યારે ટેક્સ બાદ નફો 90 ટકા વધી 64 કરોડ રૂપિયા થઈ ગયો હતો. સપ્ટેમ્બર 2023ના સમાપ્ત ક્વાર્ટર માટે ઓપરેટિંગ રેવેન્યૂ 2835 કરોડ રૂપિયા અને નફો 40 કરોડ રૂપિયા હતો.