Post Office KVP Calculator 2023: મહેનતની કમાણી યોગ્ય જગ્યાએ ઈન્વેસ્ટ કરવી મહત્વની હોય છે. બજારમાં રોકાણ માટે ઘણા ઓપ્શન છે. તેમાં રિસ્ક અને રિટર્ન પ્રમાણે રોકાણના વિકલ્પ (Investment Option)ની પસંદગી કરે છે. પરંતુ ગેરેન્ટેડ અને સુરક્ષિત રિટર્ન માટે કેન્દ્ર સરકાર દ્વારા સમર્થિત પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ (Post Office Saving Scheme)હંમેશાથી પ્રથમ પસંદ રહી છે. આવી એક સ્કીમ કિસાન વિકાસ પત્ર (KVP)સ્કીમ છે, જેમાં રોકાણની રકમ નક્કી સમયગાળામાં ડબલ થઈ જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

KVPમાં રોકાણની રકમ થશે ડબલ
નાણાકીય વર્ષ 2023-2024માં 1 એપ્રિલથી પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓ (Post Office Small Saving Scheme)વ્યાજદર સરકારે વધારી દીધો છે. આ હેઠળ કિસાન વિકાસ પત્ર પર મળનાર વ્યાજને 7.2 ટકાથી વધારી 7.5 ટકા વાર્ષિક કરી દીધો છે. એટલે કે ડબલ રિટર્ન પહેલાથી ઓછા સમયમાં થઈ જશે. નોંધનીય છે કે કિસાન વિકાસ પત્ર ભારત તરકાર તરફથી ચલાવવામાં આવી રહેલી  એકીકૃત રોકાણ યોજના છે. આ સ્કીમ દેશની દરેક પોસ્ટ ઓફિસ અને મોટી બેન્કોમાં રોકાણ માટે ઉપલબ્ધ છે. 


આ પણ વાંચોઃ ₹16 ના સ્ટોકે આપ્યું 2180% રિટર્ન, આજે રોકેટ બન્યો ભાવ, એક્સપર્ટે કહ્યું- ખરીદી લો


કિસાન વિકાસ પત્રમાં પૈસા થશે ડબલ
રોકાણની રકમઃ 5 લાખ રૂપિયા
વાર્ષિક વ્યાજઃ 7.5%
સમયગાળોઃ 115 મહિના (9 વર્ષ અને 7 મહિના)
મેચ્યોરિટી પર રકમઃ 10 લાખ રૂપિયા


KVP સ્કીમની ખાસ વાતો
કિસાન વિકાસ પત્ર સ્કીમ (KVP Scheme)ખાસ કરીને કિસાનો માટે બનાવવામાં આવી છે. તેનાથી કિસાનોને લાંબા સમયના આધાર પર પૈસા બચાવવામાં મદદ મળશે. તેમાં 1 હજાર રૂપિયાથી રોકાણની શરૂઆત થાય છે, જ્યારે ઉપલી મર્યાદા નથી. સ્કીમ હેઠળ ગમે એટલા એકાઉન્ટ ખોલાવી શકાય છે. એકાઉન્ટ સિંગલ અને 3 વ્યસ્ક મળીને જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકે છે. તેમાં નોમિનીની પણ સુવિધા મળે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube