નવી દિલ્હીઃ નાણામંત્રાલયે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર માટે સ્મોલ સેવિંગ સ્કીમ્સના વ્યાજદરોમાં ફેરફારની જાહેરાત કરી છે. આ ફેરફાર હેઠળ 5 વર્ષના રેકરિંગ ડિપોઝિટ (Recurring Deposit)ને વધુ આકર્ષક બનાવવામાં આવી છે. સરકારે તેના વ્યાજ દરમાં 30 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે. હવે પોસ્ટ ઓફિસની રેકરિંગ ડિપોઝિટ પર 6.2 ટકાની જગ્યાએ 6.5 ટકા વ્યાજ મળશે. આ સિવાય 1 વર્ષ, 2 વર્ષની ટાઇમ ડિપોઝિટ પર પણ વ્યાજદરમાં 10 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 જુલાઈ 2023થી નવો વ્યાજદર લાગૂ
Post Office Recurring Deposit પર નવા વ્યાજદર 1 જુલાઈ 2023થી લાગૂ થઈ ગયા છે, જે 30 સપ્ટેમ્બર 2023 માટે રહેશે. આ એક એવી સ્કીમ છે જે મીડિયમ ટર્મના રોકાણકારો માટે છે. 6.5 ટકા વ્યાજ વાર્ષિક મળે છે, પરંતુ ગણતરી ક્વાર્ટર કમ્પાઉન્ડના આધાર પર થાય છે. ઓછામાં ઓછા 100 રૂપિયા અને ત્યારબાદ 100 રૂપિયાના મલ્ટીપલમાં ગમે એટલી રકમ જમા કરી શકાય છે. નોંધનીય છે કે બેન્કથી અલગ પોસ્ટ ઓફિસની રેકરિંગ ડિપોઝિટ માત્ર 5 વર્ષ માટે હોય છે. બાદમાં ફરી 5 વર્ષ માટે વધારી શકાય છે. એક્સટેન્શન દરમિયાન જૂના વ્યાજદરનો લાભ મળશે.


10 હજાર જમા કરવા પર મળશે 7.10 લાખ
Post Office RD Calculator પ્રમાણે કોઈ ઈન્વેસ્ટર મહિને 10 હજાર રૂપિયા જમા કરાવે છે તો પાંચ વર્ષ બાદ તેને 7 લાખ 10 હજાર રૂપિયા મળશે. તેની કુલ જમા રકમ 6 લાખ રૂપિયા હશે અને વ્યાજ 1.10 લાખ જેટલું મળશે. 


આ પણ વાંચોઃ સરકારની જાહેરાત! ફ્રી રાશન લેતા લોકોને મળશે મોટો ફાયદો, સાંભળીને થઈ જશો ખુશ


કઈ તારીખે હપ્તો જમા કરવો જરૂરી
જો તમે પણ પોસ્ટ ઓફિસમાં Recurring Deposit એકાઉન્ટ ખોલાવવા ઈચ્છો છો તો નોંધનીય છે કે 1-15 તારીખ વચ્ચે એકાઉન્ટ ખોલાવો છો તો દર મહિનાની 15 તારીખે પૈસા જમા કરવા પડશે. જો 15 તારીખ બાદ એકાઉન્ટ ખોલાવો છો તો દર મહિનાના અંત સુધી હપ્તો જમા કરવો પડશે. 


12 ઈન્સ્ટોલમેન્ટ જમા કર્યા બાદ લોનની સુવિધા પણ મળે છે. વ્યાજનો દર RD એકાઉન્ટ વ્યાજદરથી 2 ટકા વધુ હશે. જો 5 વર્ષથી 1 દિવસ પહેલા પણ એકાઉન્ટ બંધ કરાવી દેવામાં આવે છે તો માત્ર સેવિંગ એકાઉન્ટ વ્યાજનો લાભ મળશે. અત્યારે સેવિંગ એકાઉન્ટ પર વ્યાજદર 4 ટકા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube