Ration Card: સરકારની જાહેરાત! ફ્રી રાશન લેતા લોકોને મળશે મોટો ફાયદો, સાંભળીને થઈ જશો ખુશ
Ration Card News Update: જો તમે પણ કેન્દ્ર કે રાજ્ય સરકાર તરફથી ફ્રી રાશનની સુવિધાનો ફાયદો લો છો તો તમને વધુ એક લાભ મળવાનો છે. સરકાર તરફથી આ વિશે જાહેરાત કરવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હીઃ Free Ration Scheme Update: ફ્રી રાશન (Free Raion)લેતા લોકો માટે ખુશખબર છે. જો તમે પણ કેન્દ્ર કે પછી રાજ્ય સરકાર (Central Government)હેઠળ ફ્રી રાશનનો ફાયદો લો છો તો તમને હવે વધુ એક મોટો ફાયદો મળવાનો છે. સરકાર તરફથી આ વિશે જાહેરાત કરવામાં આવી છે. સરકારી યોજના પ્રમાણે અંત્યોદય કાર્ડ ધારકો (antyodaya ration card) ને ફ્રી રાશનની સાથે ફ્રી સારવારની સુવિધા મળશે.
ફ્રી સારવારનો મળશે ફાયદો
તમને જણાવી દઈએ કે સરકારે નિર્ણય લીધો છે કે દરેક અંત્યોદય કાર્ડ ધારકો (antyodaya ration card) ને ફ્રી સારવાર માટે આયુષ્માન કાર્ડ બનાવી આપવામાં આવશે. તે માટે મોટા પાયે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
જિલ્લા કક્ષાએ ઝુંબેશ ચાલી રહી છે
સરકાર દ્વારા આ સુવિધા ઘણા કેન્દ્રો પર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જેમાં તમે રેશન કાર્ડ બતાવીને આયુષ્માન કાર્ડ માટે જન સુવિધા કેન્દ્ર પર અરજી કરી શકો છો. યોગી સરકારે કહ્યું છે કે તેણે અંત્યોદય કાર્ડ ધારકો માટે આયુષ્માન કાર્ડ બનાવવાનો આદેશ આપ્યો છે. આ અભિયાન જિલ્લા કક્ષાએ ચલાવવામાં આવી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે સરકારના આ નિર્ણય બાદ તમારે તમારી સારવાર કરાવવા માટે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. હાલમાં, સરકાર દ્વારા નવા આયુષ્માન કાર્ડ નથી બનાવવામાં આવી રહ્યા, પરંતુ જેમના નામ પહેલાથી સૂચિમાં છે તેમના માટે કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે