સરકારની આ ધમાકેદાર સ્કીમ તમારા પૈસા કરી દેશે ડબલ, બસ આ રીતે કરવું પડશે રોકાણ
Post Office Scheme: ભારત સરકાર દેશા નાગરિકોને પોસ્ટ ઓફિસ દ્વારા ઘણી સરકારી સ્કીમ ઓફર કરે છે. પોસ્ટ ઓફિસના માધ્યમથી સરકાર ઘણી યોજનાઓ જેમ કે કિસાન વિકાસ પત્ર, મહિલા બચત પ્રમાણ પત્ર, સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ, રેકરિંગ ડિપોઝિટ વગેરે ચલાવી રહી છે.
Post Office Scheme: ભારત સરકાર દેશા નાગરિકોને પોસ્ટ ઓફિસ દ્વારા ઘણી સરકારી સ્કીમ ઓફર કરે છે. પોસ્ટ ઓફિસના માધ્યમથી સરકાર ઘણી યોજનાઓ જેમ કે કિસાન વિકાસ પત્ર, મહિલા બચત પ્રમાણ પત્ર, સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ, રેકરિંગ ડિપોઝિટ વગેરે ચલાવી રહી છે. દેશના ગમે તે નાગરિક પોસ્ટ ઓફિસ જઈને આ યોજનાઓમાં પૈસા રોકી શકે છે. પોસ્ટ ઓફિસની આ યોજનાઓ ઈન્વેસ્ટરોને બમ્પર રિટર્ન પણ ઓફર કરી રહી છે. અહીં તમને પોસ્ટ ઓફિસની એક એવી યોજના વિશે જણાવી રહ્યાં છીએ, જેમાં રોકાણકારોને સારૂ રિટર્ન મળે છે. સરકારે હાલમાં કિસાન વિકાસ પત્ર યોજના પર પણ વ્યાજદર વધાર્યો છે.
પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજના
કિસાન વિકાસ પત્ર યોજના સરકારે પોસ્ટ ઓફિસના માધ્યમથી શરૂ કરી હતી. તેમાં તમે ઘરના નાના સેવિંગને પણ તેમાં રોકી શકો છો. તે માટે તમારે એક સાથે વધુ પૈસાની જરૂર પડશે નહીં. આ વર્ષે યોજનામાં વ્યાજદર 7.2 ટકાથી વધી 7.5 ટકા વાર્ષિક કરી દેવામાં આવ્યો છે. એટલે કે હવે તમને આ યોજનામાં રોકાણ કરવા પર વ્યાજ મળશે અને પહેલાથી ઓછા સમયમાં પૈસા ડબલ થઈ જશે.
આ પણ વાંચોઃ રોકેટ બન્યો IPO: લિસ્ટિંગના બે દિવસમાં 125% વધી ગયો, રોકાણકારોના પૈસા થઈ ગયા ડબલ
ક્યાં સુધી પૈસા થશે ડબલ?
જો તમે પણ આ યોજનામાં રોકાણ કરવા ઈચ્છો છો તો પોસ્ટ કે બેન્કમાં જઈને એકાઉન્ટ ખોલાવી શકો છો. તમે ઓછામાં ઓછા 1000 રૂપિયાથી આ સ્કીમમાં પૈસા લગાવી શકો છો. કિસાન પત્ર યોજનામાં રોકાણ કરવા પર તમે વાર્ષિક 7.5 ટકાના દરે રિટર્ન મેળવી શકો છો. આ સ્કીમમાં પૈસા ડબલ કરવા પહેલા 120 મહિના એટલે કે 10 વર્ષ લાગી જતા હતા, પરંતુ વ્યાજદર વધતા આ સમય ઘટી ગયો છે. હવે તમારા પૈસા માત્ર 115 મહિના એટલે કે 9 વર્ષ 7 મહિનામાં ડબલ થઈ જશે.
કિસાન વિકાસ પત્ર પર મળે છે આ ફાયદા
માની લો કે તમે કિસાન વિકાસ પત્ર યોજનામાં એક સાથે 4 લાખનું રોકાણ કરો છો. તો તમારા પૈસા 115 મહિનામાં આઠ લાખ થઈ જશે. સાથે યોજના કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનો પણ ફાયદો મળશે. આ યોજનાનો સૌથી મોટો ફાયદો છે. આ યોજનામાં રોકાણ કરવા પર 7.5 ટકાના દરે વ્યાજ મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube