નવી દિલ્હીઃ જો તમે પણ પૈસાનું રોકાણ કરી સારો નફો કમાવા ઈચ્છો છો તો તમે પોસ્ટ ઓફિસની સ્કીમમાં રોકાણ કરી શકો છો. પોસ્ટ ઓફિસની સ્કીમમાં રોકાણ કરવાથી કોઈ જોખમ રહેતું નથી અને તમારા રોકાણના પૈસા પર સારૂ વ્યાજ મળે છે. તેવામાં જો તમે આ દિવાળીથી પૈસાનું રોકાણ શરૂ કરવા ઈચ્છો છો તો તમે પોસ્ટ ઓફિસની મંથલી ઇનકમ સ્કીમ (Post Office Monthly Income Scheme)માં તમારા પૈસાનું રોકાણ કરી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોસ્ટ ઓફિસની માસિક આવક યોજના
પોસ્ટ ઓફિસની મંથલી આવક યોજનામાં તમે રોકાણ કરેલાં પૈસા પર 7.4 ટકાનું વ્યાજ મળે છે. સ્કીમમાં તમે માત્ર 1000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો. આ સ્કીમનો મેચ્યોરિટી પીરિયડ 5 વર્ષનો છે. સ્કીમમાં રોકાણ કરનાર ઈન્વેસ્ટર તેમાં 9 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. 


આ પણ વાંચોઃ આજે પણ સોના-ચાંદીના ભાવમાં ભયંકર ઉછાળો, લાખ ટકાનો સવાલ...સોનું અત્યારે લેવું કે નહીં


દર મહિને થશે 5000 રૂપિયાનો નફો
જો તમે પોસ્ટ ઓફિસની માસિક આવક સ્કીમમાં 9 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમને વાર્ષિક 7.4 ટકાના દરે વ્યાજ મળશે. આ પ્રમાણે જોવામાં આવે તો તમને દર મહિને 5550 રૂપિયાનો નફો થશે. જો તમે 5 લાખ રૂપિયાનું રોકાણ આ સ્કીમમાં કરો છો તો તમને દર મહિને 3084 રૂપિયાનો લાભ થશે. 


સ્કીમ બંધ કરી દો તો
જો તમે પાંચ વર્ષ માટે આ સ્કીમમાં રોકાણ કરો છો તો તમે તેને એક વર્ષ પહેલા બંધ કરાવી શકતા નથી. જો તમે ત્રણ વર્ષ પહેલા બંધ કરાવો તો તમને માત્ર 2 ટકાના દરે વ્યાજ મળશે. જો તમે 3 વર્ષ બાદ કે 5 વર્ષ પહેલા બંધ કરો તો તમને માત્ર 1 ટકાના દરે વ્યાજ મળશે.