Gold Rate Today: આજે પણ સોના-ચાંદીના ભાવમાં ભયંકર ઉછાળો, લાખ ટકાનો સવાલ...સોનું અત્યારે લેવું કે નહીં? ખાસ જાણો
Latest Gold Rate: ગોલ્ડે 2024માં 38 ટકા (ડોલરમાં) રિટર્ન આપ્યું છે. ભારતમાં સોનાનો ભાવ 78,703 રૂપિયા સુધી પહોંચી ગયો છે જે લગભગ 29 ટકા જેટલું રિટર્ન છે. આજે પણ સોના અને ચાંદીમાં તગડી તેજી જોવા મળી છે. જાણો લેટેસ્ટ રેટ અને વધતા ભાવને જોતા સોનું અને ચાંદી લેવું કે નહીં.
Trending Photos
સોનાએ આ વર્ષે ઊંચાઈના નવા નવા રેકોર્ડ બનાવ્યા છે. 2024ની જાન્યુઆરીમાં સોનાનો ભાવ 2,058 ડોલર પ્રતિ ઔંસ હતો. ફેબ્રુઆરીમાં હળવો ઘટાડો નોંધાયો. કિંમત 1,992 ડોલર થઈ પરંતુ ઓક્ટોબરમાં ફરીથી 2,740 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો. જે અગાઉ આ લેવલ પર પહોંચ્યો નહતો. ગોલ્ડે 2024માં 38 ટકા (ડોલરમાં) રિટર્ન આપ્યું છે. ભારતમાં સોનાનો ભાવ 78,703 રૂપિયા સુધી પહોંચી ગયો છે જે લગભગ 29 ટકા જેટલું રિટર્ન છે. આજે પણ સોના અને ચાંદીમાં તગડી તેજી જોવા મળી છે. જાણો લેટેસ્ટ રેટ અને વધતા ભાવને જોતા સોનું અને ચાંદી લેવું કે નહીં.
શરાફા બજારમાં સોના અને ચાંદીનો આજનો ભાવ
ન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 452 રૂપિયા ઉછળીને 78,703 રૂપિયાની સપાટીએ જોવા મળ્યો જે કાલે 78,251 રૂપિયા પર ક્લોઝ થયો હતો. ચાંદીમાં પણ 779 રૂપિયાનો વધારો નોંધાતા ભાવ 99,151 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચ્યો જે કાલે 98,372 રૂપિયા પ્રતિ કિલો પર ક્લોઝ થયો હતો.
MCX પર સોનું ચાંદી
વાયદા બજારમાં આમ તો સોના અને ચાંદીમાં સારી એવી તેજી જોવા મળી છે પરંતુ આજે બુધવારે 23 ઓક્ટોબરે સોના અને ચાંદી હળવા ઘટાડા સાથે ખુલ્યા હતા અને બાદમાં ગેપને ઘટાડતો જોવા મળ્યા. MCX પર સોનું 10 વાગ્યાની આસપાસ 13 રૂપિયાના ઘટાડા સાથે 78,643 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ જોવા મળ્યું જે કાલે 78,656 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 512 રૂપિયાના ઘટાડા સાથે 99,460 રૂપિયાના લેવલ પર હતી. જે કાલે 99,972 રૂપિયા પર બંધ થઈ હતી.
મંગળવારે ચાંદી પહેલીવાર 1 લાખ પાર પહોંચી હતી. તો એમસીએક્સ પર પણ તેમાં 2600 રૂપિયાનો તગડો ઉછાળો જોવા મળ્યો હતો. ગોલ્ડમાં પણ હાઈફ હાઈનો સિલસિલો ચાલુ છે. કાલે ગોલ્ડ મેટલે ઘરેલુ બજારમાં 78,700 રૂપિયાની આસપાસ તો આંતરરાષ્ટ્રીય બજારમાં 2760 ડોલર પર નવો રેકોર્ડ બનાવ્યો હતો.
કેમ સતત ચડી રહ્યું છે સોનું
એક્સપર્ટ્સનું કહેવું છે કે ગોલ્ડની માંગણી વધવા પાછળ અનેક પરિબળો જવાબદાર છે. પહેલું એ કે ગત વર્ષ ઓક્ટોબરમાં ઈઝરાયેલ પર હમાસના હુમલા બાદ મધ્ય પૂર્વમાં તણાવ વધી ગયો. ત્યારબાદથી સતત મધ્યપૂર્વમાં હાલાત ચિંતાજનક છે. જ્યારે પણ અનિશ્ચિતતાનો માહોલ હોય તો સોનાની માંગણી વધી જાય છે. કારણ કે સોનું સુરક્ષિત રોકાણ ગણાય છે. બીજુ, અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી થવાની છે. 5 નવેમ્બરે મતદાન થશે. ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસઅને રિપબ્લિક ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ત્રીજુ, અમેરિકામાં આગામી મહિને ઈન્ટરેસ્ટ રેટમાં કમી જોવા મળી શકે છે. જેની અસર પણ સોના પર પડવાની ભીતિ છે.
3000 ડોલર સુધી જઈ શકે છે સોનું
એનાલિસ્ટ્સનું કહેવું છે કે આગામી 6થી 12 મહિનાઓમાં ગોલ્ડની કિંમત 3000 ડોલર પ્રતિ ઔંસ સુધી જઈ શકે છે. જો કે કેટલાક એનાલિસ્ટ્સનું એવું પણ કહેવું છે કે લાંબા સમયથી ગોલ્ડમાં તેજી ચાલુ છે. આથી કોઈ પણ સમયે તેના ભાવોમાં કરેક્શન જોવા મળી શકે છે. પરંતુ લાંબા સમયગાળામાં ગોલ્ડનું આઉટલૂક પોઝિટિવ છે. હાલ એનાલિસ્ટ્સ સોનું વેચવાની સલાહ આપતા નથી. તેનો અર્થ એ છે કે તેમને ભવિષ્યમાં ગોલ્ડમાં તેજી ચાલુ રહે તેવી આશા છે.
શું તમારે રોકાણ કરવું જોઈએ?
એક્સપર્ટ્સ મુજબ જો તમે પણ ગોલ્ડમાં રોકાણ કરવા માંગતા હોવ તો તમને લાંબા સમયગાળાની રીતે આ રોકાણ કરવાની સલાહ છે. તમારા માટે ગોલ્ડ જ્વેલરીની જગ્યાએ ગોલ્ડ ઈટીએફ, ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ જેમ કે ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવાનો વિકલ્પ છે. ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવું સરળ છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે રોકાણ પોર્ટફોલિયોમાં ગોલ્ડની ભાગીદારી 5-10 ટકા હોવી જરૂરી છે. ગત એક વર્ષમાં ગોલ્ડ ઈટીએફએ રોકાણકારોનું સારું એવું રિટર્ન આપ્યું હતું.
ખાસ નોંધ:
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.
(Disclaimer: અહીં ફક્ત મીડિયા રિપોર્ટ્સના આધારે એક્સપર્ટ્સના મત જણાવવામાં આવ્યા છે. રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે