તમે સામાન્ય રીતે બટાકા 10-20 રૂપિયે કિલો અને દૂધ 45-42 રૂપિયે પ્રતિ લીટરના ભાવે ખરીદતા હશો, પરંતુ એક જગ્યા એવી છે જ્યાં બટાકા 17 હજાર રૂપિયે કિલો વેચાઇ રહ્યા છે. તો દૂધ 5 હજાર રૂપિયે લીટરના વેચાઇ રહ્યું છે. તમને જાણીને આંચકો લાગી શકે છે, પરંતુ આ સત્ય છે. આ જગ્યા છે વેનેજુએલા. જોકે આ દેશ ઘણા લાંબા સમયથી આર્થિક પરિસ્થિતિ સામે ઝઝૂમી રહ્યો છે. સ્થિતિ એટલી ખરાબ છે કે લોકો પાસે ખાવા માટે પૈસા પણ નથી. ભૂખમરી એટલી હદે છે કે લોકો એક કિલો ચોખા માટે હત્યા કરી રહ્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Petrol Price Today: પેટ્રોલના ભાવમાં બીજા દિવસે પણ રાહત, જાણો તમારા શહેરનો ભાવ


દુનિયા પાસે માંગતા નથી મદદ
અહીં આર્થિક સ્થિતિ એટલી હદે ખરાબ હોવાછતાં વેનેજુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો આંતરરાષ્ટ્રીય મદદ લેવા માટે તૈયાર નથી. માદુરોનું કહેવું છે કે તેમનો દેશ ભિખારી નથી. અહીંના લોકોમાં ખૂબ રોષ છે. દેશમાં આર્થિક સંકટના લીધે પરિસ્થિતિ એટલી હદે ખરાબ છે કે લોકો દેશ છોડવા માટે મજબૂર થઇ ગયા છે. 

હવે 31 માર્ચ સુધી ગ્રાહક સિલેક્ટ કરી શકશે પોતાની મનપસંદ ચેનલ, TRAI એ વધારી સમયસીમા


કિંમતો સાંભળીને ઉડી જશે હોશ
આર્થિક સંકટના લીધે વેનેજુએલામાં એક કિલો ચિકનની કિંમત 10277 રૂપિયા છે, જ્યારે કોઇ રેસ્ટોરન્ટમાં જમવા માટે લોકોને 30 થી 40 હજાર રૂપિયા સુધી ખર્ચ કરવા પડે છે. આ પ્રકારે એક ડઝન ઇંડા 6535 રૂપિયામાં, ટામેટા 11 હજાર રૂપિયે કિલો, માખણ 16 હજાર રૂપિયા, 17 હજાર રૂપિયે કિલો બટાકા, રેડ ટેબલ વાઇન 95 હજાર રૂપિયા, બીયર 12 હજારમાં અને કોકાકોલા બે લીટર બોટલની કિંમત 6 હજાર રૂપિયા છે. 

ખર્ચ કરીને પણ બચાવી શકો છો ઘણો બધો ઇનકમ ટેક્સ, જાણો કેવી રીતે


ભારે રાજકીય સંકટ
વેનેજુએલામાં રાજકીય સંકટ ખૂબ વધી ગયું છે. મની ભાસ્કરના સમાચાર અનુસાર માદુરો ઉપરાંત વિપક્ષી નેતા જુઆન ગુએદોએ પણ પોતાને રાષ્ટ્રપતિ જાહેર કરી રાખ્યા છે. જુઆન ગુએદો ચીન સહિત અન્ય દેશોની યાત્રા કરી રહ્યા છે જે માદુરોને સમર્થન આપે છે. જ્યારે ઘણા પશ્વિમી દેશ ગુએદોને સમર્થન આપવાની વાત કહી રહ્યા છે. માદુરોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમનો અવાજ સાંભળવામાં આવશે નએ વેનેજુએલાના લોકોને મદદ મળી શકશે. માદુરો દેશમાં ચૂંટણીની ચેતાવણીને સ્વિકારવાની મનાઇ કરી રહ્યા છે.