નવી દિલ્હી: દેશભરમાં વિજ ગ્રાહકોને નવો 'પાવર' મળવાનો છે. સરકારે પહેલીવાર વિજ ગ્રાહકોના અધિકારીઓ માટે નવા નિયમ તૈયાર કર્યા છે. સરકારનું કહેવું છે કે વિજ ગ્રાહકોના લીધે જ પાવર સેક્ટર છે. દેશના નાગરિકોને વિજળી ઉપલબ્ધ કરાવ્યા બાદ તેમની સંતુષ્ટિ પર ફોકસ કરવું એકદમ મહત્વપૂર્ણ છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 એટલા માટે જરૂરી છે કે સેવાઓની ગુણવત્તાને સુધારવી જોઇએ. એટલા માટે સરકાર દ્વારા Electricity (Rights of Consumers) Rules, 2020નો ડ્રાફ તૈયાર કરવામાં આવ્યો છે. આ ડ્રાફમાં ગ્રાહકોને ઘણા પ્રકારની સુવિધા આપવામાં આવી છે. 


વિજકાપ પર પારદર્શિતા
નવા ડ્રાફ અનુસાર વિજ વિતરણ કંપનીઓ પ્રતિ વિજ ગ્રાહક દર વર્ષે સરેરાશ વિજ કાપ કેટલી વાર થશે અને કેટલી વાર થશે તે નક્કી કરવું પડશે.  


 વિજ કનેક્શન મળશે સરળ રીતે
1.10 કિલોવોટ લોડ માટે ફક્ત બે ડોક્યૂમેન્ટની જરૂર પડશે. 150 કિલોવોટ સુધી લોડ માટે કોઇ ડિમાન્ડ ચાર્જ માંગવામાં નહી આવે. જેથી વધુ લોકો કનેક્શન લઇ શકે.
2. નવા વિજ કનેક્શન મેટ્રો શહેરોમાં 7 દિવસમાં મળી જશે, જ્યારે બીજી નગરપાલિકાઓમાં 15 દિવસ અને ગ્રામીણ વિસ્તારોમાં 30 દિવસમાં નવા વિજ કનેક્શન મળી જશે. 


વિજ ગ્રાહકોને મળશે નવો પાવર
1. જો કોઇ ગ્રાહકને વિજ બિલ 60 દિવસથી મોડું થાય છે તો ગ્રાહકને બિલમાં 2-5% સુધી છૂટ મળશે.
2. વિજ બિલની ચૂકવણી કેશ, ચેક, ડેબિટ કાર્ડ અથવા નેટ બેકિંગ વડે કરી શકશો, 1000 રૂપિયા અથવા તેનાની ઉપરના બિલની ચૂકવણી ફક્ત ઓનલાઇન જ થશે. 
3. વિજ કાપતી વખતે, ફરીથી લેવા, મીટર લેવા, બિલિંગ અને પેમેન્ટને નિયમ સરળ બનાવવામાં આવશે.
4. સેવાઓમાં મોડું થતાં વિજ વિતરણ કંપનીઓ પર પેનલ્ટી/વળતરની જોગવાઇ, વળતર સીધું બિલ સાથે જોડાઇને મળી જશે.
5. ગ્રાહકો માટે 24x7 ટોલ ફ્રી સેન્ટર હશે. નવું કનેક્શન લેવા, કનેક્શન કાપવા, કનેક્શનને શિફ્ટ કરવા માટે મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવશે. સેવાઓમાં કોઇ પણ પ્રકારના ફેરફાર જેમ કે ના, બદલવું હોય, લોડ બદલવો હોય, મીટર બદલવું હોય તે એપ દ્વારા થઇ શકશે.


સરકાર 30 સપ્ટેમ્બર સુધી ડ્રાફ્ટ પર કોમેન્ટ અને અભિપ્રાય મંગાવ્યા છે. અભિપ્રાય બાદ  Ministry of Power નિયમોને અંતિમ રૂપ આપશે.