Stock Crash: શેર બજારમાં લિસ્ટેડ જીવીકે પાવર એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (GVK Power & Infrastructure Ltd)ના શેર સતત પોતાના ઈન્વેસ્ટરોને નુકસાન કરાવી રહ્યાં છે. કંપનીના શેરમાં છેલ્લા એક મહિનામાં 50 ટકાનો ઘટાડો થયો છે. આ દરમિયાન તેની કિંમત 11 રૂપિયા (4 જુલાઈ) થી ઘટી વર્તમાન કિંમત 5.47 રૂપિયા પર પહોંચી ગઈ છે. તો છેલ્લા છ મહિનામાં તેમાં 61 ટકાનો ઘટાડો થયો છે. શુક્રવારે શેરમાં 3 ટકા સુધી ઘટાડો થયો હતો. તમને જણાવી દઈએ કે કંપની નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે વિગત
GVK પાવર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (GVKPIL) ધિરાણકર્તાઓને દેવું ચૂકવવામાં નિષ્ફળ થયા પછી નાદારીની કાર્યવાહીનો સામનો કરશે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) ની હૈદરાબાદ બેન્ચે ICICI બેન્ક લિમિટેડની આગેવાની હેઠળના ધિરાણકર્તાઓના જૂથની અરજી પર આ આદેશ જારી કર્યો હતો.


આ પણ વાંચોઃ કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની જલ્દી થશે જાહેરાત, જાણો કેટલો વધશે પગાર


કંપનીએ આપી આ જાણકારી
જીવીકેપીઆઈએલે તાજેતરમાં શેર બજારને જણાવ્યું કે આ લોન મૂળ રૂપથી એક દાયકાથી વધુ સમય પહેલા જીવીકે કોલ ડેવલપર્સ (સિંગાપુરર) પીટીઈ લિમિટેડે લીધી હતી, જે માટે જીવીકેપીઆઈએલે ગેરંટી લીધી હતી. એનસીએલટીની પીઠે 12 જુલાઈએ આદેશ જારી કર્યો, જેને સોમવારે જાહેર કરવામાં આવ્યો હતો. આઈસીઆઈસીઆઈ બેન્કે 2022માં અરજી દાખલ કરી હતી. એનસીએલટીએ આદેશમાં કંપનીના મેનેજમેન્ટ માટે સતીષ કુમાર ગુપ્તાને વચગાળાના રિઝોલ્યુશન પ્રોફેશનલ નિયુક્ત કર્યાં છે. 


ઓર્ડર મુજબ, કોર્પોરેટ દેવાદારે તેની જવાબદારીઓ સ્વીકારી અને તેણે 13 જૂન, 2022 સુધીમાં ધિરાણકર્તાઓને US$1.84 બિલિયન ચૂકવવાના હતા. આમાં $1.13 બિલિયનની મૂળ રકમ, $731.5 મિલિયનનું વ્યાજ અને $1.44 મિલિયનની એજન્સી ફીનો સમાવેશ થાય છે.