PPF Account: તમારા બેંક ખાતમાં આવી જશે 15 લાખ રૂપિયા, બસ કરી લો આ નાનકડું કામ
અનિશ્વિતતા ભરેલા દૌરમાં દરેક માટે બચત કરવી જરૂરી બની ગયું છે. તેના વિના આગામી સંકટોનો સામનો કરવો એકદમ મુશ્કેલ થશે. અમે આજે તમને તે યોજના (Savings Scheme) વિશે જણાવવા જઇ રહ્યા છીએ. જેને અપનાવીને તમે 15 લાખ રૂપિયા પ્રાપ્ત કરી શકો છો.
નવી દિલ્હી: અનિશ્વિતતા ભરેલા દૌરમાં દરેક માટે બચત કરવી જરૂરી બની ગયું છે. તેના વિના આગામી સંકટોનો સામનો કરવો એકદમ મુશ્કેલ થશે. અમે આજે તમને તે યોજના (Savings Scheme) વિશે જણાવવા જઇ રહ્યા છીએ. જેને અપનાવીને તમે 15 લાખ રૂપિયા પ્રાપ્ત કરી શકો છો.
500 રૂપિયાથી પણ કરી શકો છો શરૂઆત
જો તમે પણ આ 15 લાખ રૂપિયા પ્રાપ્ત કરવા માંગો છો તો તમારે એક નાનકડું કામ કરવું પડશે. તમને પણ પબ્લિક પ્રોવિડેંટ ફંડ (PPF) માં રોકાણ શરૂ કરવું પડશે. તમે ઇચ્છો તો દર મહિને 500 રૂપિયાની રકમથી પણ તેની શરૂઆત કરી શકો છો. જોકે 15 લાખ રૂપિયા મેળવવા માટે તમારે દર મહિને 5 હજાર રૂપિયા એટલે વર્ષમાં 60 હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે.
તહેવારો પહેલાં સસ્તું થશે Cooking Oil, જમાખોરી પર લગાવવામાં આવશે લગામ
15 વર્ષ માટે હોય છે આ સ્કીમ
PPF ની આ હાલની સ્કીમ પર 7.10 ટકાના દરથી વ્યાજ મળી રહ્યું છે. રોકાણની આ સ્કીમ (Savings Scheme) 15 વર્ષ માટે છે. જ્યારે આ સમયગાળો પુરો થઇ જશે તો તમારે 9 લાખ રૂપિયા મૂળ અને 6 લાખ 77 હજાર રૂપિયાનું વ્યાજ એટલે કે લગભગ 15 લાખ 78 હજાર રૂપિયા મળશે.
Virat Kohli ની કેપ્ટનશિપથી ખુશ નથી BCCI ના અધિકારી? આ ખેલાડી બની શકે છે કેપ્ટન!
ભારત સરકાર ચલાવે છે આ યોજના
તમને જણાવી દઇએ કે ભારત સરકર લોકોમાં બચતને પ્રોત્સાહન આપવા માટે PPF યોજના ચલાવે છે. 15 વર્ષના સમયગાળાવાળી આ સ્કીમને એક સુરક્ષિત રોકાણ ગણવામાં આવે છે. આ યોજના (Savings Scheme) માં બિમારી અથવા અન્ય ઇમરજન્સી દરમિયાન તમે 5 વર્ષ બાદ કેટલીક રકમનો આંશિક ઉપાડ કરી શકે છે.
એ પણ વાત જાણવા મળી છે કે તમે PPF માં વાર્ષિક દોઢ લાખ રૂપિયા સુધી વાર્ષિક રોકાણ કરી શકે છે. જેથી તમારે 15 વર્ષ બાદ મળનાર રકમ પણ મોટી હશે. જોકે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે તમારો માસિક હપ્તા નિયમિત રૂપથી ભરતા રહો. જો તમે એક વર્ષ સુધી PPF માં યોગદાન કરતા નથી તો તમારું એકાઉન્ટ બંધ થઇ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube