Virat Kohli ની કેપ્ટનશિપથી ખુશ નથી BCCI ના અધિકારી? આ ખેલાડી બની શકે છે કેપ્ટન!

ભારતીય ટીમ જો આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં થનાર ટી20 વર્લ્ડકપને જીતવામાં અસફળ રહી તો ટીમના કેપ્ટન વિરાટ કોહલી પાસેથી સીમિત ઓવરની કેપ્ટનશિપ છિનવાઇ શકે છે.

Virat Kohli ની કેપ્ટનશિપથી ખુશ નથી BCCI ના અધિકારી? આ ખેલાડી બની શકે છે કેપ્ટન!

મુંબઇ: ભારતીય ટીમ જો આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં થનાર ટી20 વર્લ્ડકપને જીતવામાં અસફળ રહી તો ટીમના કેપ્ટન વિરાટ કોહલી પાસેથી સીમિત ઓવરની કેપ્ટનશિપ છિનવાઇ શકે છે. તેમની જગ્યાએ આ જવાબદારી રોહિત શર્મા (Rohit Sharma) ને સોંપવામાં આવી શકે છે. વિરાટ કોહલી (Virat Kohli) ટેસ્ટ ક્રિકેટમં સફળ રહ્યા છે પરંતુ તેમના નેતૃત્વમાં ટીમ સીમિત ઓવરમાં આઇસીસી (ICC) ઇવેન્ટને જીતવમાં અસફળ રહી છે. 

શું કોહલી પાસે કેપ્ટનશિપ બચાવવાની આકરી તક?
ક્રિકેટ એડિક્ટર ડોટ કોમના રિપોર્ટ અનુસાર, ટીમ ઇન્ડીયાના કેપ્ટન કોહલીની કેપ્ટનશિપ (Captionship) લાઇન પર હોઇ શકે છે જ્યારે તે આગામી ટી 20 વર્લ્ડકપમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. વિરાટ કોહલી (Virat Kohli) ઘણી વાર તપાસના દાયરામાં આવ્યા છે, ખાસકરીને એક મજબૂત ટીમ હોવાછતાં આઇસીસી (ICC) સ્પર્ધા જીતવામાં તેમની નિષ્ફળતા બદ આ સંભાવનાને જોઇ શકાય છે. 

વેબસાઇટે કહ્યું કે બીસીસીઆઇ (BCCI) ના ટોચના અધિકારી ઇગ્લેંડ (England) માં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ન્યૂઝિલેંડ સામે ભારતની હાર બાદ આ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે, જ્યાં તે કથિતરીતે ભારતીય કેપ્ટનના ટીમના સિલેક્શનથી ખૂબ નથી. કોહલીએ ડબ્લ્યૂટીસી ફાઇનલ દરમિયાન ફાસ્ટ બોલરોના અનુકૂળ અને ઓવરકાસ્ટ પરિસ્થિતિઓમાં બે સ્પિનરોને રમાડ્યા હતા. 

ટી20 વર્લ્ડકપ બાદ નિર્ણય લઇ શકે છે બીસીસીઆઇ
રિપોર્ટ અનુસાર બીસીસીઆઇ (BCCI) વિરાટ કોહલીની કેપ્ટનશિપને લઇને ખૂબ ચિતિંત છે, ખાસકરીને આઇસીસી ટૂર્નામેંટોમાં કારણ કે તે આઇસીસી આયોજનોમાં એક કેપ્ટનના રૂપમાં નિષ્ફળ રહ્યા છે. ડબ્લ્યૂટીસી ફાઇનલ બાદ જુલાઇમાં બીસીસીઆઇ પદાધિકારીઓની બેઠકમાં આ સામે આવ્યું છે કે બીસીસીઆઇના ઘણા અધિકારી કોહલીની કેપ્ટનશિપની સંતુષ્ટ નથી. 

બેઠકમાં બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી, ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા, સચિવ જય શાહ અને કોષાધ્યક્ષ અરૂણ ધૂમલ સામેલ છે. ડબલ્યૂટીસી ફાઇનલમાં બે સ્પિનરો સાથે આગળ વધવાનો નિર્ણય બીસીસીઆઇ અધિકારીઓ સાથે ખૂબ સારો રહ્યો નથી અને એટલા માટે આ ચર્ચા કરવામાં આવી ટી20 વર્લ્ડકપ કોહલી માટે અંતિમ તક હોઇ શકે છે. ખાસકરીને સીમિત ઓવરના ફોર્મેટમાં. 

વિભાજીત કેપ્ટનશિપ પર ખૂબ ચર્ચા થઇ છે, જ્યાં કોહલીને ટેસ્ટ કેપ્ટન અને રોહિતને સીમિત ઓવરોના કેપ્ટનની જવાબદારી સોંપવાની ચર્ચા થઇ. ખાસકરીને જ્યારે તેમણે ઇન્ડીયન પ્રીમિયર લીગમાં મુંબઇ ઇન્ડીયન્સનું નેતૃત્વ કરતાં અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત કરી છે. તમને જણાવી દઇએ કે આ વર્ષે મે મહિનામં ભારતના પૂર્વ મુખ્ય સિલેક્ટર કિરણ મોરેએ કહ્યું હતું કે ટીમ કોહલી અને રોહિત વચ્ચે ત્રણેય ફોર્મેટ માટે વિભાજિત કેપ્ટનશિપ જોઇ શકે છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news