મોહંમદ હામિદ, નવી દિલ્હી: પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ એટલે કે સાર્વજનિક ભવિષ્ય નિધિ (PPF) યોજનાની શરૂઆત એપ્રિલ 1968માં થઇ હતી. આ યોજનાનો હેતું હતો લોકોની અંદર બચતની ભાવના પેદા કરવી, જેથી તેમનું ભવિષ્ય સુરક્ષિત થઇ શકે. આ એક પ્રકારની ભવિષ્ય જમા પૂંજી છે એટલા માટે તેને સાર્વજનિક ભવિષ્ય નિધિ કહે છે. 1968માં જ્યારથી શરૂ થયું તો પહેલાં આ વર્ષે તેના પર 4.8 ટકા જ વ્યાજ મળતું હતું. PPF પોતાનો એક રેકોર્ડ પણ છે, 1986થી માંડીને 1989 સુધી સતત 14 વર્ષ સુધી પીપીએફ પર 12 ટકા વ્યાજ મળ્યું હતું. હવે તેના પર 7.9 ટકા વ્યાજ મળે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દર મહિને પ્લાનિંગથી કરો આટલું નાનું રોકાણ, તમે પણ બની શકો છો કરોડપતિ, જાણો કેવી રીતે


શું છે PPF ?
કોઇપણ નાગરિક PPF માં રોકાણ કરી શકે છે, એક નાગરિકનું એક જ એકાઉન્ટ ખુલી શકે છે. તમે ફક્ત 100 રૂપિયામાં PPF એકાઉન્ટ કોઇપણ પોસ્ટ ઓફિસ, સરકારી બેંક અને કેટલીક મોટી બેંકોમાં જઇને ખોલાવી શકો છો, તેમાં તમે ન્યૂનતમ 500 રૂપિયા અને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા વાર્ષિક જમા કરાવી શકો છો. તેમાં સૌથી સારી વાત એ છે કે તેને E-E-E શ્રેણીમાં મુકવામાં આવે છે, એટલે કે રોકાણ, વ્યાજ અને રકમ ત્રણેય પર ટેક્સ છૂટ મળે છે. તેમાં ઇનકમ ટેક્સની કલમ 80C હેઠળ રોકાણ પર છૂટ મળે છે. 

કોરોના વાયરસઃ સરકારે PPF, સુકન્યા સમૃદ્ધિ ખાતાધારકોને આપી મોટી ખુશખબર, વાંચો


PPF માં રોકાણ કેમ કરવું જોઇએ?
તેમાં રોકાણ કરવું સુરક્ષિત હોય છે, કારણ કે તેની ગેરેન્ટી સરકાર લે છે. તેમાં રોકાણથી માંડીને મેચ્યોરિટી સુધી કોઇ ટેક્સ ચૂકવવો પડતો નથી. તેમાં તમે વાર્ષિક આધાર પર અથવા માસિક આધાર પર રોકાણ કરી શકો છો. જો તમે દેવામાં ડૂબી ગયા છે તો બેંક તમારી લોન વસૂલી માટે PPF એકાઉન્ટ કુર્ક ન કરી શકે, કોર્ટ પણ તેનો આદેશ કરતી નથી. તમે PPF પર લોકો પણ લઇ શકો છો. 

મોદી સરકારની સામાન્ય માણસને ભેટ, નાની બચત યોજનાઓ પર હવે મળશે વધુ વ્યાજ


PPF ની ખામીઓ
નવી બચત યોજનાઓના મુકાબલે લોક-ઇન પીરિયડ 15 વર્ષ છે, જ્યારે ELSS જેવી યોજનાઓની મેચ્યોરિટી ફક્ત 3 વર્ષ છે, જે તેને એકદમ આકર્ષક બનાવે છે. PPF પર વધુમાંવધુ રિટર્ન 8 ટકાની આસપાસ રહે છે, કારણ કે આ માર્કેટ સાથે જોડાયેલા નથી, જ્યારે ELSS જેવી યોજનાઓ માર્કેટ લિંક્ડ છે એટલા માટે તેનું રિટર્ન 12 થી 18 ટકા સુધી પણ હોય છે. હાલ PPF પર 7.9 ટકા વ્યાજ મળે છે. PPF માંથી વચ્ચે પૈસા ઉપાડવા માટે ઘણી શરતો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube