દર મહિને પ્લાનિંગથી કરો આટલું નાનું રોકાણ, તમે પણ બની શકો છો કરોડપતિ, જાણો કેવી રીતે

કોરોના વાયરસ (Coronavirus)ના સમયમાં પણ ઓછા રોકાણમાં તમે કરોડપતિ બની શકો છો. જ્યાં શેર બજારમાં રોકાણ પર મળનાર રિટર્નમાં સતત ઘટાડો થઇ રહ્યો છે તો બીજી તરફ છુટક અને નાના રોકણકારો માટે ફાયદો કમાવવો મુશ્કેલ થઇ જાય છે.

દર મહિને પ્લાનિંગથી કરો આટલું નાનું રોકાણ, તમે પણ બની શકો છો કરોડપતિ, જાણો કેવી રીતે

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)ના સમયમાં પણ ઓછા રોકાણમાં તમે કરોડપતિ બની શકો છો. જ્યાં શેર બજારમાં રોકાણ પર મળનાર રિટર્નમાં સતત ઘટાડો થઇ રહ્યો છે તો બીજી તરફ છુટક અને નાના રોકણકારો માટે ફાયદો કમાવવો મુશ્કેલ થઇ જાય છે. એવામાં નાના રોકાણકારો રોકાણ માટે બીજા વિકલ્પોને શોધી રહ્યા છે. સોનાના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. એવામાં અમે તમને એવા રોકાણ વિશે જણાવી રહ્યા છીએ, જેમાં ખર્ચ ખૂબ ઓછો છે અને સારું રિટર્ન મળશે. 

PPFમાં છે કમાણીની તક
પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (પીપીએફ) એવી જ એક સ્કીમ છે, જેમાં ખૂબ ઓછા રોકાણથી તમને નિવૃતિ સમયે ખૂબ સારુ વળતર મળશે. તેમાં હાલ 7.1 ટકા વ્યાજ મળી રહ્યું છે. જો તમે 25 વર્ષની ઉંમરમાં દર મહિને 6 હજાર રૂપિયાનું રોકાણ 35 વર્ષ સુધી કરો છો તો પછી નિવૃતિ સમયે 1,08,94,971 રૂપિયા તમારા ખાતામાં આવી શકે છે.  

રોકાણ કરવું થયું સરળ
જો તમે PPF, NSC અથવા RD ખાતું શરૂ કરવા માંગો છો તો સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સમાં રોકાણ કરવું પહેલાં વધારે સરળ થઇ ગયું છે. પોસ્ટ ઓફિસે તેને વધુ સરળ બનાવી દીધું છે. પોસ્ટ ઓફિસમાં અત્યારે તમામ સેવિંગ સ્કીમનું ખાતું ખોલવા માટે એક જ Format અનિવાર્ય કરી દીધું છે. પોસ્ટ ઓફિસે તેનું સર્કુલર જાહેર કરી દીધું છે, જે મુજબ પીપીએફ, સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ, NSC ખરીદવા માટે હવે એક કોમન ફોર્મ રોકાણકારોએ ભરવું પડશે. તેના દ્વારા જ સેવિંગ સ્કીમ હેઠળ ખાતુ ખુલશે. 

NSC માટે નવું ફોર્મ
જો તમે NSC ખરીદવા માંગો છો તો એકાઉન્ટ ઓપન કરવા માટે એકાઉન્ટ/પરચેજ ઓફ સર્ટિફિકેટ (AOF) ખોલનાર ફોર્મનો ઉપયોગ થશે. તેની સાથે Form SB 103 (પે-ઇન સ્લિપ)ની શરૂઆત કરવામાં આવી છે. જ્યારે NSC મેચ્યોર થતાં એકાઉન્ટ બંધ કરવા માટે Form SB-7A લાગશે. તેનો ઉપયોગ PPF, Sukanya Samridhi yojna ખાતાને બંધ કરવા માટે થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news