Pradhan Mantri Awas Yojana 2.0: આમ તો કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરીને પોતાના પ્રથમ કાર્યકાળમાં લોન્ચ કરી હતી, પરંતુ તેના બીજા તબક્કાને ઓગસ્ટ 2024માં મંજૂરી આપવામાં આવી. આ યોજનામાં શહેરી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને સરકાર મદદ કરી તેના ઘરના સપનાને સાકાર કરે છે. તમને જણાવી દઈએ કે પીએમએવાઈ-યુ હેઠળ 1.18 કરોડ આવાસોને મંજૂરી આપવામાં આવી હતી, જેમાંથી 85.5 લાખથી વધુ આવાસ પૂરા કરી લાભાર્થીઓને સોંપી દેવામાં આવ્યા છે અને બાકીનું કામ ચાલી રહ્યું છે. તો પીએમએવાઈ-યુ 2.0 યોજના હેઠળ 2.30 લાખ કરોડની સરકારી સહાયતા આપવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે પાત્રતા
પીએમએવાઈ-યુ 2.0 યોજનાનો લાભ તે લોકોને મળશે જે આર્થિક રૂપથી નબળા વર્ગ EWS)/ ઓછી આવક વર્ગ (LIG)/ મધ્યમ આવક વર્ગ (એમઆઈજી) હેઠળ આવે છે. સાથે તે પણ જરૂરી છે કે લાભાર્થી પાસે દેશમાં કોઈપણ પોતાનું પાક્કુ ઘર ન હોય. આવા લોકો પીએમએવાઈ-યુ 2.0 હેઠળ ઘર ખરીદવા કે નિર્માણ કરવા પાત્ર હશે. 


આ પણ વાંચોઃ PM આવાસ યોજનામાં નવા ઘર માટે કેવી રીતે અરજી કરવી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ


શું હોય છે EWS 
જે પરિવારની વાર્ષિક આવક 3 લાખ રૂપિયા સુધી હોય તે ઈડબ્લ્યુએસની કેટેગરીમાં આવે છે. તો 3થી 6 લાખ સુધીની વાર્ષિક આવકવાળા પરિવારો માટે એલઆઈજી અને 6થી 9 લાખ સુધીની વાર્ષિક આવકવાળા પરિવારોને એમઆઈજીની કેટેગરીમાં રાખવામાં આવે છે. 


ચાર રીતે લાગૂ
PMAY-U 2.0 નો અમલ એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશીપ (AHP), પોષણક્ષમ રેન્ટલ હાઉસિંગ (ARH) અને વ્યાજ સબસિડી સ્કીમ (ISS) ઉપરાંત લાભાર્થી આધારિત બાંધકામ (BLC) હેઠળ કરવામાં આવ્યો છે.


આ પણ વાંચોઃ દરેક શેર પર 125 રૂપિયાના નફાનો સંકેત, કાલે ખુલશે અમદાવાદ સ્થિત કંપનીનો IPO, જાણો


શું છે બીએલસી અને એએચપીબી
એલસી દ્વારા ઈડબ્લ્યુએસ શ્રેણીઓ સંબંધિત વ્યક્તિગત પાત્ર પરિવારોને તેની જમીન પર આવાસ બનાવવા માટે કેન્દ્ર સહાયતા આપશે. એએચપી હેઠળ સસ્તા આવાસોનું નિર્માણ જાહેર/ખાનગી સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે અને ઈડબ્લ્યુએસ લાભાર્થીઓને નાણાકીય સહાયતા આપી ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. શહેરી સ્થળાંતર કામ કરતી મહિલાઓ/ઔદ્યોગિક કામદારો/શહેરી સ્થળાંતર કરનારા/બેઘર/નિરાધાર/વિદ્યાર્થીઓ અને અન્ય સમાન હિસ્સેદારોના લાભાર્થીઓ માટે ARHમાં પર્યાપ્ત ભાડાના મકાનો બાંધવામાં આવશે.


શું છે વ્યાજ સબસિડી યોજના
વ્યાજ સબસિડી યોજનાની વાત કરીએ તો તેમાં ઈડબ્લ્યુએસ/એલઆઈજી અને એમઆઈજી પરિવારો માટે હોમ લોન પર સબસિડી આપવામાં આવે છે. ₹35 લાખ સુધીની કિંમતવાળા મકાન માટે 25 લાખની હોમ લોન લેનાર લાભાર્થીઓને ખાસ પ્રકારની સુવિધા મળે છે. આવા લાભાર્થીઓ 12 વર્ષ સુધીના સમયગાળા માટે પ્રથમ રૂ. 8 લાખની લોન પર 4 ટકા વ્યાજ સબસિડી માટે પાત્ર બનશે. 5-વાર્ષિક હપ્તાઓમાં પુશ બટન દ્વારા પાત્ર લાભાર્થીઓને ₹1.80 લાખની સબસિડી આપવામાં આવશે. અમે તમને જણાવી દઈએ કે લાભાર્થીઓ યોજના હેઠળ લાભ મેળવવા માટે ચાર ઘટકોમાંથી તેમની પાત્રતા અને પસંદગી અનુસાર એક ઘટક પસંદ કરી શકે છે."