PMAY 2.0: PM આવાસ યોજનામાં નવા ઘર માટે કેવી રીતે અરજી કરવી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
ઘરનું ઘર બનાવવા માટે જો તમે પ્રધાનમંત્રી આવાસ યોજના(PM Awas Yojana 2.0) હેઠળ લાભ લેવા માંગતા હોવ તો તમારા માટે સરકાર પીએમ આવાસ યોજનાનો સેકન્ડ ફેઝ લોન્ચ કરી દીધો છે. કેવી રીતે કરશો અરજી? જાણો વિગતો....
જો તમે પ્રધાનમંત્રી આવાસ યોજના(PM Awas Yojana 2.0) હેઠળ લાભ લેવા માંગતા હોવ તો તમારા માટે સરકાર પીએમ આવાસ યોજનાનો સેકન્ડ ફેઝ લોન્ચ કરી દીધો છે. શહેરી વિસ્તારોમાં રહેતા આર્થિક રીતે નબળા વર્ગ (EWS) અને મિડલ ક્લાસના પરિવારને આવાસ માટે નાણાકીય મદદ આપવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY 2.0) નો બીજો તબક્કો શરૂ કરાયો છે.
9 ઓગસ્ટ 2024ના રોજ કેન્દ્રીય મંત્રીમંડળે શહેરી વિસ્તારોમાં EWS અને મધ્યમ વર્ગના પરિવારનો નાણાકીય મદદ માટે બનાવવામાં આવેલી આ યોજનાને પોતાની મંજૂરી આપી હતી. PMAY 2.0 હેઠળ સરકાર એક કરોડ નવા ઘર બનાવવાનો લક્ષ્યાંક ધરાવે છે. જેમાં દરેક યુનિટને 2.50 લાખ રૂપિયાની નાણાકીય સબસિડી મળશે. આવાસ અને શહેરી મામલાઓના મંત્રાલયે જણાવ્યું કે PMAY શહેરીના ગત તબક્કામાં 1.18 કરોડ ઘરને મંજૂરી મળી હતી, જેમાંથી 8.55 લાખથી વધુ ઘર બની ગયા છે અને આ ઘર લાભાર્થીઓને આપી દેવાયા છે.
આ યોજનાનો લાભ તમને ચાર કેટેગરી હેઠળ આપવામાં આવશે. જેમાં Beneficiary-Led Construction (BLC), Affordable Housing in Partnership (AHP), Affordable Rental Housing (ARH) અને Interest Subsidy Scheme (ISS) સામેલ છે.
કેવી રીતે કરશો અરજી?
- PMAY-U 2.0 હેઠળ 1 કરોડ નવા પરિવારો માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. યોગ્યતા ધરાવનાર વ્યક્તિ હવે પોતાની અરજી ઓનલાઈન જમા કરાવી શકે છે.
- ઓનલાઈન અરજી કરવા માટે સૌથી પહેલા https://pmaymis.gov.in/PMAYMIS2_2024/PmayDefault.aspx પર જાઓ.
- હવે Apply for PMAY-U 2.0 પર ક્લિક કરો અને પ્રોસીડ કરો તથા ડિટેલ ભરીને સબમિટ કરો.
- જો તમે તેના માટે યોગ્ય નહીં હોવ તો તમને ત્યાં જ રોકી દેશે.
- યોગ્યતા ધરાવતા હશો તો આગળની પ્રોસેસ માટે તમારે તમારો આધાર નંબર અને નામ નોંધાવવા પડશે. પછી જનરેટ ઓટીપી પર જવું પડશે.
- હવે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે જેને લખીને તમે આગળની પ્રોસેસ ફોલો કરી શકો છો.
કયા દસ્તાવેજની જરૂર પડશે?
-અરજીકર્તાની આધારની માહિતી (આધાર નંબર, આધાર મુજબ નામ, જન્મતારીખ)
- પરિવારના સભ્યોના આધારની માહિતી (આધાર નંબર, આધાર મુજબ નામ, જન્મતારીખ)
- અરજીકર્તાના એક્ટિવ બેંક ખાતાની માહિતી (ખાતા નંબર, બેંકનું નામ, શાખા, IFSC કોડ) જે આધાર સાથે જોડાયેલું હોય.
- આવકનું પ્રમાણ પત્ર (ફક્ત પીડીએફ ફાઈલ, સાઈઝ 200કેબી)
- જાતિ/ સમુદાય પ્રમાણપત્ર (એસસી, એસટી કે ઓબીસીના કેસમાં) (ફક્ત પીડીએફ ફાઈલ, સાઈઝ 200કેબી)
- જમીન દસ્તાવેજ (લાભાર્થી આધારિત નિર્માણ બીએલસી ઘટકના કેસમાં), (ફક્ત પીડીએફ ફાઈલ, સાઈઝ 200કેબી)