Modi Government PMVVY Scheme: કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા એક ખાસ યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં પરિણીત લોકોને મોટો ફાયદો મળી રહ્યો છે. જો તમે પણ લગ્ન કર્યા છે તો મોદી સરકાર તમને પૈસા આપી રહી છે. કેન્દ્ર સરકારે હવે પરિણીત યુગલને પૂરા 51,000 રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. આ સરકારી યોજનાનું નામ છે પ્રધાનમંત્રી વય વંદના યોજના, જેમાં તમને વૃદ્ધાવસ્થામાં પેન્શનનો લાભ પણ મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

31 માર્ચ સુધી લાભ લઈ શકશે
તમને જણાવી દઈએ કે 31 માર્ચ 2023 સુધી તમે આ સ્કીમનો લાભ લઈ શકો છો. આમાં પતિ-પત્ની બંનેને ફાયદો થશે, જે લોકોએ લગ્ન કર્યા છે તેમને વૃદ્ધાવસ્થામાં સરકારી પેન્શનનો લાભ મળશે.

ઘરનું ઘર ખરીદવાનું વિચારી રહ્યાં છો! દેશમાં અમદાવાદનો આ વિસ્તાર સૌથી વધુ થયો સર્ચ
માત્ર 5 દિવસ બાકી, ત્યારબાદ આ સરકારી નિર્ણયથી જે થશે તે તમારી વિચારી પણ નહીં શકો
તમારા બાળકો પણ ટીવીની એકદમ નજીકથી જુએ છે તો રહેજો સાવધાન, બાળકોની આંખોમાં થશે આ રોગ


આખરે આ સરકારી યોજના શું છે?
પ્રધાનમંત્રી વય વંદના યોજના એક સામાજિક સુરક્ષા યોજના છે, જે હેઠળ અરજદારને વાર્ષિક, ત્રિમાસિક અથવા માસિક પેન્શન આપવાની જોગવાઈ છે. તમને જણાવી દઈએ કે ભારત સરકાર આ યોજના લાવી છે અને આ યોજના ભારતીય જીવન વીમા નિગમ (LIC) દ્વારા સંચાલિત છે. 60 વર્ષ કે તેથી વધુ વયના લોકો આ યોજનામાં પાત્ર છે. આ સ્કીમ હેઠળ તેઓ વધુમાં વધુ 15 લાખ રૂપિયાનું રોકાણ કરી શકે છે. તમને જણાવી દઈએ કે પહેલા આ સ્કીમમાં માત્ર 7.5 રૂપિયાનું રોકાણ કરી શકાતું હતું, પરંતુ બાદમાં આ રકમ વધારીને બમણી કરવામાં આવી હતી. આ યોજનામાં અન્ય યોજનાઓની સરખામણીમાં વરિષ્ઠ નાગરિકોને વધુ વ્યાજ મળે છે.


આ પણ વાંચો: વાળ ધોયા પછી માથા પર ટુવાલ બાંધવો છે ખતરનાક! ભૂલથી પણ ન કરો આ ભૂલ
આ પણ વાંચો: તમારા હાથની હથેળીમાં આવી હશે રેખાઓ તો લગ્ન પછી સાસરીમાં આવશે મુશ્કેલીઓ
આ પણ વાંચો: ભારતની પુત્રીએ બનાવી જોરદાર મોબાઇલ એપ, કેમેરા સામે આંખ બતાવતાં જ જણાવી દેશે બિમારી


51,000 રૂપિયા કેવી રીતે મેળવશો
જો પતિ અને પત્ની બંને આ યોજનાનો લાભ લેવા માંગતા હોય, તો બંનેએ લગભગ 3.07 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ યોજના પર વાર્ષિક 7.40 ટકા વ્યાજ પણ આપવામાં આવે છે. તે મુજબ રોકાણકારનું વાર્ષિક પેન્શન 51 હજાર 45 રૂપિયા હશે. જો તમે આ પેન્શન માસિક લેવા માંગો છો, તો દર મહિને તમને પેન્શન તરીકે 4100 રૂપિયાની રકમ મળશે.


પેન્શનનો લાભ મળશે
આ યોજનામાં તમારું રોકાણ 10 વર્ષ માટે છે. તમને 10 વર્ષ માટે વાર્ષિક અથવા માસિક પેન્શન આપવામાં આવશે. જો તમે 10 વર્ષ સુધી આ સ્કીમમાં રહેશો, તો 10 વર્ષ પછી તમારું રોકાણ તમને પરત કરવામાં આવશે. તમે આ પ્લાનમાં ગમે ત્યારે સરેન્ડર કરી શકો છો.


આ પણ વાંચો: પીળા દાંત સફેદ મોતી જેવા ચમકાવવા છે તો 5 રૂપિયા કરી લો ખર્ચ, હસતા નહી આવે શરમ
આ પણ વાંચો: Elaichi Remedy: નોકરીની સમસ્યા અને આર્થિક તંગી પડે છે તો આ ઉપાયો અજમાવો, મળશે જબરદસ્ત પ્રગતિ
આ પણ વાંચો: Side Effects: તમને નવરા બેઠા છે આ આદત, ઘણીવાર આ મજા તમને પડી શકે છે ભારે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube