નવી દિલ્હીઃ  Pramara Promotions IPO શેર બજારમાં આજે પ્રમારા પ્રમોશન આઈપીઓનું લિસ્ટિંગ થયું છે. પ્રમોશનલ પ્રોડક્ટ્સ અને ગિફ્ટ આઈટમ તૈયાર કરનારી કંપનીના શેરનું એનએસઈ (NSE) પર બમ્પર લિસ્ટિંગ થયું છે. 
Pramara Promotions ના શેર 63 રૂપિયાના મુકાબલે 76.19 ટકાના પ્રીમિયર સાથે 111 રૂપિયા પર લિસ્ટ થયા હતા. લિસ્ટિંગ બાદ કંપનીના શેરમાં તેજી યથાવત રહી અને સ્ટોક 116.65 રૂપિયા પર પહોંચી ગયો હતો. એટલે કે જે લોકોને આ આઈપીઓ લાગ્યો, તેને લિસ્ટિંગ પર 85 ટકાનો નફો થઈ ગયો છે. કંપનીના શેર 5 ટકાની અપર સર્કિટ પર બંધ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈપીઓને મળ્યો જોરદાર રિસ્પોન્સ
પ્રમારા પ્રમોશન આઈપીઓને શાનદાર રિસ્પોન્સ મળ્યો હતો અને તેને 5 સપ્ટેમ્બર 2023ના બોલીથી 25.64 ગણો સબ્સક્રાઇબ કરવામાં આવ્યો હતો અને રિટેગ સેગમેન્ટમાં 17.1 ગણું સબ્સક્રિપ્શન અને નોન-રિટેલ સેક્શનમાં 33.96 ગણો સબ્સક્રાઇબ કરવામાં આવ્યો હતો. 5 સપ્ટેમ્બર 2023ના આઈપીઓ બંધ થવા પર ઓવરસબ્સક્રિપ્શન થયો હતો. તમને જણાવી દઈએ કે કંપનીએ આઈપીઓ માટે 63 રૂપિયા પ્રાઇઝ નક્કી કરી હતી. આ આઈપીઓ માટે 2000 શેરની લોટ સાઇઝ નક્કી કરવામાં આવી હતી. એટલે કે આ આઈપીઓમાં દાવ લગાવવા માટે 1,26,000 રૂપિયાની જરૂર પડી હતી. 


આ પણ વાંચોઃ હાઉસવાઇફ માટે બેસ્ટ છે ઈન્વેસ્ટમેન્ટના આ 3 ઓપ્શન, ઓછા સમયમાં બનાવી દેશે મોટુ ફંડ


કંપની વિશે
પ્રમારા પ્રમોશન્સ લિમિટેડ એક પ્રમોશનલ માર્કેટિંગ કંપની છે, જેની શરૂઆત 2006માં થઈ હતી. તે પ્રમોશનલ પ્રોડક્ટ્સ અને ગિફ્ટ આઈટમનું મેન્યુફેક્ચરિંગ અને માર્કેટિંગને ડિઝાઇન કરવાના વ્યવસાયમાં છે. કંપનીના ગ્રાહકોના લિસ્ટમાં એફએમસીજી, ક્યૂએસઆર (ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ), ફાર્મા, બેવરેજ કંપનીઓ, કોસ્ટેમિક્સ, ટેલીકોમ અને મીડિયા સહિત ઉદ્યોગ સમૂહ છે. કંપની ઓઈએમ વ્યવસ્થા હેઠળ ઉત્પાદનોનું નિર્માણ કરવાની વ્યવસ્થા પણ કરે છે. પ્રમારા પ્રમોશન લિમિટેડે અત્યાર સુધી 5 હજારથી વધુ પ્રોડક્ટ ડિઝાઇન અને નિર્મિત કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube