ઝી મીડિયા/બ્યૂરો :સામાન્ય લોકો પર પેટ્રોલ-ડીઝલના વધતા ભાવનો બોજ સતત વધી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાનો સિલસિલો સતત 13મા દિવસે ચાલુ છે. આજે એકવાર ફરીથી તેલ માર્કેટિંગ કંપનીઓએ (HPCL, BPCL, IOC) ભાવમાં વધારો કર્યો છે. પેટ્રોલના કિંમત (Petrol Rate)માં 0.56 રૂપિયાનો વધારો થયો છે. તો ડીઝલના ભાવમાં 0.63 રૂપિયાનો વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ વધીને બુધવારે 78.37 રૂપિયા પ્રતિ લિટર થયો છે. ડીલઝના ભાવમાં પણ વધારો થયો છે. ડીઝલનો ભાવ (Diesel Rate) 77.06 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો છે. 


અમદાવાદમા બે સગાભાઈઓએ પરિવાર વિખેર્યો, 6 લોકોની સામૂહિક આત્મહત્યાની ઘટનાથી ચકચાર


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહાનગરોમાં ઈંધણનો ભાવ
મુંબઈમાં હવે પેટ્રોલનો ભાવ 85.21 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 75.53 રૂપિયા પ્રતિ લીટર થયો છે. તો ચેન્નાઈમાં લોકોને એક લીટર પેટ્રોલ માટે 81.22 અને ડીઝલ માટે 74.77 રૂપિયા ચૂકવવાના રહેશે. જ્યાર કે કોલકાત્તામાં પેટ્રોલનો ભાવ 80.13 અને ડીઝલની કિંમત 72.53 રૂપિયા પર પહોંચી ગયો છે.


સુરતની કંપનીએ એવા માસ્ક બનાવ્યા, જેને વરસાદ પણ ભીંજવી નહિ શકે  


13 દિવસોમાં 7.09 રૂપિયા મોંઘું થયું પેટ્રોલ
ઉલ્લેખનીય છે કે, ગત 13 દિવસોની અંદર પેટ્રોલ અને ડીઝલના કિંમતમાં જબરદસ્ત વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેલના કિંમતમાં ઘટાડો આવ્યા છતાં ઘેરલુ માર્કેટમાં તેની કિંમત સતત વધી રહી છે. અત્યાર સુધી તેલની કિંમત ઘટીને 35 ડોલર પ્રતિ બેરલની આસપાસ થઈ રહ્યો છે. પરંતુ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં તે હિસાબ ઘટાડો થયો નથી. તેની અસર એ છે કે, ગત 13 દિવસોમાં ડીઝલના કિંમતમાં 7.67 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. આટલા દિવસોમાં પેટ્રોલનો ભાવ પણ 7.09 રૂપિયા પ્રતિ લીટર ચઢી ગયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર