નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ  (BCCI)એ મંગળવારે આઈપીએલ 2020 માટે ટાઇટલ સ્પોન્સરના નામની જાહેરાત કરી દીધી છે. ફેન્ટસી ગેમિંગ પ્લેટફોર્મ ડ્રીમ 11એ ટાટા ગ્રુપ અને ઓનલાઇન લર્નિંગ એપ બાયજુ અને એનએકેડમી જેવી દિગ્ગજ કંપનીઓને હરાવીને આઈપીએલના ટાઇટલ સ્પોન્સરના રાઇટ્સ મેળવી લીધા. ડ્રીમ 11એ યૂએઈમાં રમાનાર આઈપીએલની  13મી સીઝનના ટાઇટલ સ્પોન્સર માટે 250 કરોડની બોલી લગાવી હતી. એનએકેડમીએ 210 કરોડ રૂપિયા, ટાટા ગ્રુપે 180 કરોડ રૂપિયા અને બાયજુએ 125 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડ્રીમ11 હકીકતમાં સ્પોર્ટ્સ ટેક્નોલોજી કંપની ડ્રીમ સ્પોર્ટ્સની બ્રાન્ડ છે. કંપનીના પોર્ટફોલિયોમાં આ સિવાય FanCode, DreamX, DreamSetGo અને DreamPay છે. કંપનીનું કહેવું છે કે તેનો ઇરાદો રમતના દીવાના લોકોને ઘણા પ્રકારની તક આપવાની છે જેથી તે જુસ્સાની સાથે પોતાની પસંદગીની રમત સાથે જોડાઈ શકે. કંપનીનું વિઝન 'મેક સ્પોર્ટ્સ બેટર' છે. 


2008મા સ્થાપના
કંપનીની સ્થાપના 2008મા થઈ હતી. ડ્રીમ11ની વેબસાઇટ પ્રમાણે હર્ષિત શાહ તેના સીઈઓ અને કો-ફાઉન્ડર છે, જ્યારે ભાવિત સેઠ સીઓઓ અને કો-ફાઉન્ડર છે. વિક્રાંત મુદલિયર ચીફ માર્કેટિંગ ઓફિસર, અભિષેક રવિ ચીફ ઇન્ફોર્મેશન ઓફિસર અને અમિત વર્મા ચીફ ટેક્નોલોજી ઓફિસર છે. 


હવે દવાઓ પણ ઓનલાઇન વેચી રહ્યું છે Amazon, જાણો- કેમ થઈ રહ્યો છે વિરોધ  


હર્ષા ભોગલેને બનાવ્યા બ્રાન્ડ એમ્બેસેડર
2012મા તેણે  Freemium Fantasy Cricket લોન્ચ કર્યું હતું. 2014મા તેના યૂઝરોની સંખ્યા 1 લાખ પહોંચી ગઈ. 2015મા તેણે સિરીઝ એ ફન્ડિંગ કર્યું. 2016મા કંપનીના યૂઝરોની સંખ્યા 13 લાખે પહોંચી હતી. 2017મા કંપનીએ સિરીઝ સી ફન્ડિંગ અને જાણીતા ક્રિકેટ કોમેન્ટ્રેટર હર્ષા ભોગલેને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા. 2018મા કંપનીના યૂઝરોની સંખ્યા 1.7 કરોડ પહોંચી ગઈ હતી. 


એમએસ ધોની છે કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર
તેણે આઈસીસી, પીકેએલ, એફઆઈએચ અને બીબીએલની સાથે હાથ મિલાવ્યો. આ વર્ષે કંપનીએ એમએસ ધોનીને પોતાનો નવો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો હતો. સાથે પ્રથમ ફેન્ટસી હોકી લોન્ચ કરી. 2019મા તેના યૂઝરોની સંખ્યા 7 કરોડથી વધુ પહોંચી હતી. સાથે તે આઈપીએલ અને આઈસીસી સાથે જોડાઇ. આ વર્ષે કંપનીએ પ્રથમ ફેન્ટસી વોલીબોલ લોન્ચ કરી હતી. સાથએ 20થી વધુ સેલિબ્રિટી ક્રિકેટરને પોતાની સાથે જોડ્યા હતા. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube