IPO ઓપન થતાં પહેલા 111 રૂપિયાનો ફાયદો! 6 નવેમ્બરથી લગાવી શકાશે દાવ
Protean eGov Techonoliges એ આઈપીઓ માટે પ્રાઇઝ બેન્ડ 752 રૂપિયાથી 792 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. નોંધનીય છે કે કંપની આઈપીઓ દ્વારા 490 કરોડ રૂપિયા ભેગા કરવાનો પ્રયાસ કરશે. જીએમપીએ ગદગદ કરી દીધા છે.
નવી દિલ્હીઃ 6 નવેમ્બરે Protean eGov Techonoliges નો આઈપીઓ ઓપન થશે. ઈન્વેસ્ટરો પાસે આ આઈપીઓ 8 નવેમ્બર સુધી સબ્સક્રાઇબ કરવાની તક રહેશે. Protean eGov Techonoliges એ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 752 રૂપિયાથી 792 રૂપિયા નક્કી કરી છે. નોંધનીય છે કે આઈપીઓ દ્વારા કંપનીનું લક્ષ્ય 490 કરોડ રૂપિયા ભેગા કરવાનું છે.
ગ્રે માર્કેટમાં તેજી
ટોપ શેર બ્રોકરના રિપોર્ટ અનુસાર ગ્રે માર્કેટમાં કંપનીના શેર 111 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. એટલે કે ઈન્વેસ્ટરોને પ્રથમ દિવસે 14 ટકાથી વધુનો ફાયદો થઈ શકે છે. જો આ ટ્રેન્ડ રહ્યો તો કંપનીનું લિસ્ટિંગ 900 રૂપિયાને પાર થઈ શકે છે.
આ પણ વાંચોઃ 3 વર્ષમાં 1086% રિટર્ન, કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ બનાવતી આ કંપનીએ કર્યા માલામાલ
કોણ-કોણ વેચી રહ્યું છે શેર
Protean eGov Techonoliges નો આઈપીઓ ઓફર ફોર સેલ આધારિત હશે. કંપની આઈપીઓ દ્વાકા 61.90 લાખ શેર જારી કરશે. આઈપીઓમાં 360 One Special Opportunities Fund, એનએસઈ ઈન્વેસ્ટમેન્ટ્સ, એચડીએફસી બેન્ક, એક્સિસ બેન્ક, ડચ બેન્ક પોતાની ભાગીદારી ઘટાડશે.
IPOના 50 ટકા લાયક સંસ્થાકીય રોકાણકારો માટે, 35 ટકા રિટેલ રોકાણકારો માટે અને બાકીના 15 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો માટે આરક્ષિત રહેશે. Protean eGov Technologies એ તેના કર્મચારીઓ માટે રૂ. 75 નું વિશેષ ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે.
કેટલા શેરનો લોટ છે?
Protean eGov Technologies ના આઈપીઓના એક લોટમાં 18 શેર રહેશે. જેના કારણે એક રિટેલ ઈન્વેસ્ટરે ઓછામાં ઓછા 14256 રૂપિયાનો દાવ લગાવવો પડશે. તો કોઈપણ રિટેલ ઈન્વેસ્ટર વધુમાં વધુ 14 લોટ પર દાવ લગાવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube