આ 2 PSU Stocks માં થશે જોરદાર કમાણી, 2024માં રી-રેટિંગ માટે તૈયાર, બ્રોકરેજે આપી ખરીદીની સલાહ
PSU Stocks to Buy: 2023 ની વાત કરીએ તો બંને સ્ટોક્સે શાનદાર રિટર્ન આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં આ સ્ટોક્સ 80 ટકાનું રિટર્ન આપી ચૂક્યો છે.
PSU Stocks to Buy: ઓયલ એન્ડ ગેસ સેક્ટરના બે PSU શેર નવા વર્ષમાં શાનદાર કમાણી કરાવી શકે છે. બ્રોકરેજ ફર્મ બ્રોકિંગનું કહેવું છે કે ONGC અને ઓયલ ઈન્ડિયા (OINL)પ્રોડક્શન ગ્રોથ અને ફ્રી કેશ ફ્લોના દમ પર રી-રેટિંગ માટે તૈયાર છે. 2023ની વાત કરીએ તો આ બંને સ્ટોક્સે ઈન્વેસ્ટરોને સારૂ રિટર્ન આપ્યું છે. છેલ્લાં એક વર્ષમાં આ સ્ટોક્સે 80 ટકા સુધીનું રિટર્ન આપ્યું છે.
ONGC, Oil India: શું છે બ્રોકરેજનો ટાર્ગેટ
એન્ટિક બ્રોકિંગનું કહેવું છે કે છેલ્લાં છ મહિનામાં 30%-50% ની રેલી છતાં ONGC અને Oil India ગ્લોબલી સૌથી સસ્તા અપસ્ટ્રીમ સ્ટોક છે. બ્રોકરેજે ઓએનસીજીના સ્ટોક પર ટાર્ગેટ પ્રાઇઝ 8 ટકા વધારી 269 રૂપિયા પ્રતિ શેર કર્યો છે. આ રીતે ઓયલ ઈન્ડિયા પર ટાર્ગેટ 13 ટકા વધારી 474 રૂપિયા પ્રતિ શેર કર્યો છે. બુધવારના કારોબારી સેશનમાં બંને સ્ટોક્સમાં અડધા ટકાથી વધુની તેજી જોવા મળી હતી.
આ પણ વાંચોઃ પૈસા કમાવા કરી લો તૈયારી, આ વર્ષે આવી રહ્યાં છે દિગ્ગજ કંપનીઓના આઈપીઓ, જાણો વિગત
ONGC, Oil India: શું છે બ્રોકરેજનો મત
બ્રોકરેજનું કહેવું છે કે ઓયલ એન્ડ ગેસ બંને શેરની વર્તમાન વેલ્યૂએશન 6-18 મહિના દરમિયાન રિયલાઇઝેશન અને મજબૂત કેશ ફ્લો છતાં સંપૂર્ણ તેજી દેખાડી શક્યા નથી. એડમિનિસ્ટ્રેટિવ પ્રાઇઝ મેકેનિઝ્મ ગેસ પ્રાઇઝમાં વધારા બાદ FY24 દરમિયાન બંને કંપનીઓની પાસે દમદાર ફ્રી કેશ ફ્લો છે.
ONGC ના સ્ટોક્સનું પરફોર્મંસ જોઈએ તો એક વર્ષમાં આ શેર આશરે 40 ટકાની તેજી દેખાડી ચૂક્યો છે. જ્યારે ઓયલ ઈન્ડિયામાં ઈન્વેસ્ટરોએ છેલ્લાં એક વર્ષમાં 80 ટકાનું દમદાર રિટર્ન મેળવ્યું છે.
(ડિસ્ક્લેમરઃ અહીં શેરમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. શેર બજારમાં રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube