IPOs in 2024: પૈસા કમાવા કરી લો તૈયારી, આ વર્ષે આવી રહ્યાં છે દિગ્ગજ કંપનીઓના આઈપીઓ, જાણો વિગત

Upcoming IPOs 2024: પાછલા વર્ષે ઘણી કંપનીઓના આઈપીઓ બજારમાં લોન્ચ થયા હતા. આ વર્ષે પણ આઈપીઓની ધૂમ રહેવાની છે. જો તમે આઈપીઓમાં રોકાણ કરવાનું પસંદ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે.
 

IPOs in 2024: પૈસા કમાવા કરી લો તૈયારી, આ વર્ષે આવી રહ્યાં છે દિગ્ગજ કંપનીઓના આઈપીઓ, જાણો વિગત

નવી દિલ્હીઃ જો તમે આઈપીઓમાં રોકાણ કરવાનું પસંદ કરો છો અને પાછલા વર્ષે આઈપીઓમાં પૈસા લગાવી શક્યા નથી તો નિરાશ ન થાવ. આ વર્ષે ઘણી દિગ્ગજ કંપનીઓ આઈપીઓ લઈને આવી રહી છે. તેમાં રોકાણ કરી તમે બમ્પર કમાણી કરી શકો છો. પાછલું વર્ષ એટલે કે 2023 પણ બજાર માટે શાનદાર રહ્યું છે. ઘણી કંપનીઓએ પોતાના આઈપીઓ પાછલા વર્ષે લોન્ચ કર્યા હતા. પાછલા વર્ષે મેનબોર્ડના 57 આઈપીઓ બજારમાં આવ્યા છે. આ એક વર્ષમાં આઈપીઓનો ચોથો મોટો આંકડો છે. મેનબોર્ડના આઈપીઓએ મળીને વર્ષ દરમિયાન બજારમાંથી આશરે 50 હજાર કરોડ રૂપિયા ભેગા કરવામાં સફળતા હાસિલ કરી છે. એસએમઈ પ્લેટફોર્મમાં તો મેનબોર્ડ કરતા અનેક ગણી વ્યસ્તતા રહી હતી.

સમગ્ર વર્ષ દરમિયાન SME પ્લેટફોર્મ પર લગભગ 180 IPO લોન્ચ કરવામાં આવ્યા છે. આમાંથી ઘણા IPOમાં રોકાણકારોએ બમ્પર નફો કર્યો હતો. અને કેટલાક કિસ્સામાં નુકસાન પણ સહન કરવું પડ્યું હતું.

આ વર્ષે જાણો કઈ કંપનીના આઈપીઓ આવશે
આ વર્ષે ઘણી કંપનીઓ પોતાના આઈપીઓ લઈને આવવાની છે. તેમાં Awfis Space Solutions Ltd, ઈ-કોમર્સ સેક્ટરની કંપની યુનિકોમર્સ, એડુટેક કંપની બાયઝુસની સબ્સિડિયરી આકાશ, ફિનટેક કંપની ફોનપે, હોસ્પિટલિટી સ્ટાર્ટઅપ ઓયો, મેડટેક કંપની ફાર્મા ઈજી, ફૂડ ડિલિવરી કંપની સ્વિગી, ફિનટેક સેક્ટરની પેયૂ ઈન્ડિયા અને મોબિક્વિકનો આઈપીઓ આવી શકે છે. આ કંપનીઓએ આઈપીઓ લાવવા માટે સેબીની પાસે દસ્તાવેજ જમા કરાવ્યા છે. 

ઓલા ઈલેક્ટ્રિક આઈપીઓ લાવશે
વર્ષ 2024માં ઓલા ઈલેક્ટ્રિક પોતાનો આઈપીઓ લાવી શકે છે. ઈવી કંપનીએ પાછલા દિવસે સેબીની પાસે આઈપીઓ ડ્રાફ્ટ જમા કર્યાં છે. રિપોર્ટ પ્રમાણે કંપની આઈપીઓથી 700થી 800 મિલિયન ડોલર ભેગા કરવાની તૈયારી કરી રહી છે. તો ઓન્મીચેનલ રિટેલર ફર્સ્ટ ક્રાઈએ પણ પોતાનો આઈપીઓ લાવવાની તૈયારી કરી છે. કંપનીએ સેબીની પાસે ડ્રાફ્ટ ફાઇલ કર્યો છે. કંપની આઈપીઓથી 600 મિલિયન ડોલર ભેગા કરવાની તૈયારી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news