રાહુલ કુમાર: જો તમે ઘર ખરીદવા જઇ રહ્યા છો તો ફરી એકવાર તપાસ કરી લેજો તમારા બિલ્ડર પાસે કંપ્લીકેશન સર્ટિફિકેટ છે કે નથી. જોકે ભારત સરકારના નવા નિર્દેશ અનુસાર હવે રેડી ટૂ મૂવ ઇન પ્રોપર્ટી જેની પાસે કંપ્લીશન સર્ટિફિકેટ નથી તેના પર પણ 12% GST લાગશે. સરકારની નવી પરિભાષા અનુસાર હવે રેડી-ટૂ-મૂવ વાળી પ્રોપર્ટી, જેની પાસે કંપ્લીશન સર્ટિફિકેટ નથી તેના પર 12% GST લાગશે. એટલે કે કોઈએ એમ વિચારીને ફ્લેટ ખરીદ્યો કે પછી કંપ્લીન સર્ટિકેટ લઇ લેશો, તેને હવે 12% GST પણ ચૂકવવો પડશે.  

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘર ખરીદનારને સરકારે આપી મોટી ભેટ, હવે આ ઘરો પર નહીં આપવો પડે GST


આ નિયમ બાદ ગ્રાહક હવે GST થી બચવા માટે કંપ્લીશન સર્ટિફિકેટવાળા ઘર જ લેશે. એવામાં તેમની પાસે ઓપ્શન્સ ઓછા થઇ જશે. માનવામાં આવી રહ્યું છે કે ડિમાંડ વધુ હોવાથી કંપ્લીશન સર્ટિફિકેટવાળા ઘરોની કિંમત વધી શકે છે. 

ઘર ખરીદનારાઓ માટે ફાયદાના સમાચાર, આ રીતે બચાવી શકો છો લાખો રૂપિયા


Anarock ના એક રિપોર્ટ અનુસાર ભારતના સાત મોટા શહેરોમાં કુલ 6 લાખ 80 હજાર મકાન વેચાયા નથી. તેમાં 90,000 એવા છે કે જે રેડી ટૂ મૂવ છે એટલે કે આ આખી અનસોલ્ડ ઇન્વેંટરીનો લગભગ 14% છે. તેની અસર ડેવલોપર્સ પર પણ થશે કારણ કે માર્કેટ ખરાબ હોવાના કારણે ગ્રાહકો પર તેનો વધારાનો બોજો નાખી ન શકે. જોકે, ત્યારબાદ હવે ડેવલોપર્સ ટૂંક સમયમાં કંપ્લીસહન સર્ટિફિકેટ લેશે જેથી પ્રોજેક્ટને મોંઘો થયો બચાવી શકાય. 


વીડીયોમાં જુઓ પુરી કહાની



જોકે નવા નિયમથી અફોર્ડેબલ હાઉસિંગને મદદ મળશે કારણ કે તેના પર 8% GST છે. તેની સાથે સાથે સેકેન્ડરી માર્કેટ માટે પણ એક પ્રકારનું વરદાન સાબિત થશે.