એક 91% તો બીજો 176%... લોન્ચિંગ પહેલા ગ્રે માર્કેટમાં જબરદસ્ત રિટર્ન આપી રહ્યાં છે આ IPO,જાણો વિગત
IPO GMP : એક્સિકોમ ટેલી-સિસ્ટમ્સ લિમિટેડ અને પૂર્વ ફ્લેક્સીપેકના આઈપીઓ માર્કેટમાં 27 ફેબ્રુઆરીએ લોન્ચ થશે. આ પહેલા ગ્રે માર્કેટમાં બંને કંપનીઓના શેર બમ્પર પ્રીમિયમ સાથે ટ્રેડ કરી રહ્યાં છે.
IPO Next Week GMP : ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં લોન્ચ થઈ રહેલા 2 આઈપીઓ આ સમયે ગ્રે માર્કેટમાં ધૂમ મચાવી રહ્યાં છે. આ બંને આઈપીઓ 27 ફેબ્રુઆરીએ સબ્સક્રિપ્શન માટે ખુલશે અને 29 ફેબ્રુઆરીએ બંદ થશે. આ બંને આઈપીઓનું લિસ્ટિંગ 5 માર્ચે થશે. તેમાંથી એક ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જર બનાવનારી કંપની એક્સિકોમ ટેલી-સિસ્ટમ્સ લિમિટેડ છે. તો બીજી કંપની પૂર્વ ફ્લેક્સીપેક છે. આવો આ બંને આઈપીઓ વિશે વિસ્તારથી જાણીએ.
એક્સિકોમ ટેલી-સિસ્ટમ્સ લિમિટેડ (Exicom Tele-Systems IPO)
આ આઈપીઓ 27 ફેબ્રુઆરીએ સબ્સક્રિપ્શન માટે ખુલશે અને 29 ફેબ્રુઆરીએ બંધ થશે. કંપનીએ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 135 રૂપિયાથી 142 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. કંપની આ આઈપીઓ દ્વારા 429 કરોડ રૂપિયા ભેગા કરવા ઈચ્છે છે. એન્કર ઈન્વેસ્ટરો માટે આઈપીઓ 26 ફેબ્રુઆરીએ ઓપન થઈ રહ્યો છે. આ આઈપીઓમાં 329 કરોડ રૂપિયાના નવા શેર જારી કરવામાં આવશે. સાથે પ્રમોટર નેક્સ્ટવેવ કમ્યુનિકેશન્સ દ્વારા 70.42 કરોડ રૂપિયાના શેર ઓફર ફોર સેલ હેઠળ છે. ઈન્વેસ્ટરો ઓછામાં ઓછા 100 શેરના એક લોટ માટે બોલી લગાવી શકે છે.
આ પણ વાંચોઃ Bank Holidays: માર્ચ મહિનામાં આટલા દિવસ બેન્ક રહેશે બંધ, ચેક કરો રજાઓનું લિસ્ટ
શું છે GMP?
એક્સિકોમ ટેલી-સિસ્ટમ્સ લિમિટેડના શેર શનિવારે ગ્રે માર્કેટમાં જબરદસ્ત પ્રીમિયમ સાથે ટ્રેડ કરી રહ્યાં છે. તે 142 રૂપિયાની આઈપીઓ ઈશ્યૂ પ્રાઇઝના મુકાબલે 130 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે. આ રીતે શેર 91.55 ટકાના પ્રીમિયમ સાથે 272 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે.
પૂર્વ ફ્લેક્સીપેક આઈપીઓ (Purv Flexipack NSE SME IPO)
આ એનએસઈ એસએમઈ આઈપીઓ 27 ફેબ્રુઆરીએ ખુલશે અને 29 ફેબ્રુઆરીએ બંધ થશે. આઈપીઓમાં પ્રાઇઝ બેન્ડ 70થી 71 રૂપિયા પ્રતિ શેર છે. આ આઈપીઓ 41.21 કરોડ રૂપિયાનો છે.
આ પણ વાંચોઃ માર્ચ મહિનામાં આવી જશે કેન્દ્રીય કર્મચારીઓની આતુરતાનો અંત, DAમાં થશે 4% નો વધારો
શું છે GMP?
પૂર્વ પ્લેક્સીપેકના શેર શનિવારે ગ્રે માર્કેટમાં 71 રૂપિયાની ઈશ્યૂ પ્રાઝઇની તુલનામાં 125 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યાં છે. આ રીતે સ્ટોક એક્સચેન્જો પર શેર 176 ટકાના પ્રીમિયમ સાથે 196 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે.