DA Hike: માર્ચ મહિનામાં આવી જશે કેન્દ્રીય કર્મચારીઓની આતુરતાનો અંત, મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો થશે વધારો!

DA Hike News: કેન્દ્ર સરકારના કર્મચારીઓને હોળી પહેલા ખુશખબર મળી શકે છે. એક રિપોર્ટ પ્રમાણે કેન્દ્ર સરકાર માર્ચ મહિનામાં મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે. 

DA Hike: માર્ચ મહિનામાં આવી જશે કેન્દ્રીય કર્મચારીઓની આતુરતાનો અંત, મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો થશે વધારો!

7th Pay Commission: મોંઘવારી ભથ્થાની રાહ જોઈ રહેલા કર્મચારીઓને જલ્દી ખુશીના સમાચાર મળી શકે છે. ઈકોનોમિક્સ ટાઇમ્સના રિપોર્ટ અનુસાર માર્ચમાં સરકાર તરફથી કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી શકાય છે. 4 ટકા વધારા બાદ ડીએ અને ડીઆર વધીને 50 ટકા થઈ જશે.

નોંધનીય છે કે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં એક વર્ષમાં બે વખત વધારો કરવામાં આવે છે. આ વધારો જાન્યુઆરી અને જુલાઈમાં કરવામાં આવે છે. 

છેલ્લે ક્યારે ડીએમાં થયો હતો વધારો
છેલ્લે મોંઘવારી ભથ્થામાં ઓક્ટોબર 2023માં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થયો હતો. વર્તમાન મોંઘવારી પ્રમાણે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સરકાર તરફથી ડીએમાં 4 ટકાનો વધારો કરી શકાય છે. જો ડીએ વધારવાનો નિર્ણય માર્ચમાં થાય છે તો સરકારી કર્મચારીઓને તેનો લાભ 1 જાન્યુઆરી 2024થી મળશે. 

કયાં આધારે થાય છે DA-DR નો નિર્ણય
કેન્દ્ર સરકાર તરફથી ઈન્ડસ્ટ્રીયલ વર્કર્સ માટે ડીએનું નિર્ધારણ સીપીઆઈ ડેટા (CPI-IW) પર કરવામાં આવે છે. જે 12 મહિનાનો એવરેજ 392.83 છે. આ પ્રમાણે ડીએ બેસિક પેના 50.26 ટકા હોવું જોઈએ. નોંધનીય છે કે CPI-IW ડેટા લેબર મિનિસ્ટ્રી દ્વારા દર મહિને જાહેર કરવામાં આવે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news