Pushya Nakshatra 2022 : પુષ્ય નક્ષત્રમાં રાજકોટના સોની બજારમાં રોનક આવી, વેપારીઓ આપી રહ્યાં છે ડિસ્કાઉન્ટ
Gold price today, 18 October 2022 : આજે આખો દિવસ પુષ્ય નક્ષત્ર.... સોનુ, ચાંદી, વાહન અને વાસણ ખરીદી માટે ઉત્તમ દિવસ... 29 વર્ષ પછી રચાયો છે અદભૂત સંયોગ..
ગૌરવ દવે/રાજકોટ :આજે પુષ્ય નક્ષત્ર છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ 200 વર્ષમાં પહેલીવાર પુષ્ય નક્ષત્ર પર આવો દુર્લભ યોગ આવ્યો છે. આજના દિવસે પંચમહાયોગ બન્યો છે. જે દરેક પ્રકારના શુભ કામ માટે સારો ગણાય છે. આજનો દિવસ એક વરદાનની જેમ છે. તો બીજી તરફ, ખાસ બાબત એ છે કે, આજે આખો દિવસ પુષ્ય નક્ષત્ર રહેશે. જે સોનું, ચાંદી, વાસણ, વાહન ખરીદી માટેનો ઉત્તમ યોગ છે.
29 વર્ષ પછી ખાસ સંયોગ રચાયો
સાંજે 5 વાગ્યા સુધી પુષ્ય નક્ષત્રનો અદભૂત સંયોગ રચાયો છે, 29 વર્ષ પછી આ અદભૂત સંયોગ રચાયો છે. વર્ધમાન, સિદ્ધ અને સાધ્ય નામના ત્રણ શુભ યોગ રચાયા છે. પુષ્ય નક્ષત્રમાં નવી વસ્તુની ખરીદદારી શુભ મનાય છે.
પુષ્ય નક્ષત્રનાં મુહૂર્ત
- ચલ: સવારે 9.39થી 11.05
- લાભ: સવારે 11.05થી 11.59
- અમૃત: બપોરે 11.59થી 01.24
- શુભ: બપોરે 3.11થી 4.25
તો પુષ્ય નક્ષત્રને પગલે રાજકોટની સોની બજારમાં રોનક જોવા મળી છે. આજે પુષ્ય નક્ષત્ર હોવાથી સોનાની ખરીદીનો શુભ યોગ સર્જાયો છે. ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે સોનાના ભાવમાં 5000 રૂપિયાનો વધારો થયો છે. છતા લોકો સોનુ ખરીદવા ઉમટી પડ્યાં છે. તો રાજકોટમાં વેપારીઓએ ગ્રાહકોને આકર્ષવા વિવિવધ ડિસ્કાઉન્ટ પણ જાહેર કર્યુ છે. 10 ગ્રામ સોનાના દાગીના પર 1250 રૂપિયા વળતર અપાશે. આજે કરોડો રૂપિયાના સોનાના ઘરેણાની ખરીદી લોકો કરશે.
આજનો સોનાનો ભાવ
- 18 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 42,300 રૂપિયા..
- 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 48,500 રૂપિયા...
- 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 52,500 રૂપિયા...
મંગળવાર, 18 ઓક્ટોબરના રોજ આખો દિવસ પુષ્ય નક્ષત્ર રહેશે. આ દિવસે મંગળવારે પુષ્ય નક્ષત્ર હોવાથી મંગળ પુષ્ય યોગ બની રહ્યો છે. મંગળવારે પુષ્ય નક્ષત્ર હોવાની સાથે વર્ધમાન, સિદ્ધ અને સાધ્ય નામના ત્રણ શુભ યોગ પણ બની રહ્યા છે. આવો યોગ 29 વર્ષ પછી રચાઈ રહ્યો છે. આ દિવસે અમૃત સિદ્ધિ અને રાજયોગ પણ રહેશે. દિવાળી પહેલાં આવતા પુષ્ય નક્ષત્રમાં નવી વસ્તુઓની ખરીદદારી કરવી શુભ માનવામાં આવે છે.