Quadrant Future Tek IPO: શેર બજારમાં વધુ એક આઈપીઓ આગામી સપ્તાહે ઓપન થઈ રહ્યો છે. આ ઈશ્યુ ક્વાડ્રેન્ટ ફ્યુચર ટેક લિમિટેડનો છે. ક્વાડ્રન્ટ ફ્યુચર ટેક લિમિટેડનો આઈપીઓ 7 જાન્યુઆરીએ ઓપન થશે. કંપનીનો આઈપીઓ સબ્સક્રિપ્શન માટે ગુરૂવાર, 9 જાન્યુઆરીએ બંધ થશે. તેની પ્રાઇસ બેન્ડ 290 રૂપિયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું ચાલી રહ્યો છે GMP?
Investorgain.com પ્રમાણે ક્વાડ્રન્ટ  ફ્યુચર ટેક લિમિટેડ આઈપીઓ ગ્રે માર્કેટમાં 180 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. તેનો મતલબ છે કે કંપનીના શેરનું સંભવિત લિસ્ટિંગ 470 રૂપિયા પર થઈ શકે છે. તે પ્રથમ દિવસે 62.07 ટકાનો નફો કરાવી શકે છે.


શું છે વિગત
કંપનીએ આપેલી માહિતી અનુસાર ક્વાડ્રેન્ટ ફ્યુચર ટેક લિમિટેડે પોતાના પ્રથમ આઈપીઓ માટે 10 રૂપિયાની ફેસ વેલ્યુવાળા પ્રતિ ઈક્વિટી શેરની પ્રાઇસ બેન્ડ 275થી 290 રૂપિયા નક્કી કરી છે. આ આઈપીઓના એક લોટમાં 50 શેર છે. લોકો એક લોટ કે તેના મલ્ટીપલમાં અરજી કરી શકે છે. આઈપીઓ સંપૂર્ણ રીતે 290 કરોડનો એક ફ્રેશ ઈશ્યુ છે, જેમાં ઓફર ફોર સેલ સામેલ નથી. 


આ પણ વાંચોઃ SBI, HDFC કે PNB? નવા વર્ષે કઈ બેંક આપી રહી છે FD પર સૌથી વધારે વ્યાજ?


કંપનીની યોજના
કંપની પોતાના આઈપીઓથી પ્રાપ્ત કરેલી રકમનો ઉપયોગ કંપની (સ્પેશિયાલિટી કેબલ ડિવીઝન) ના લોન્ગ-ટર્મ કેપિટલ રિક્વાર્ટમેન્ટના ફન્ડિંગ માટે કરશે. આ ઉપરાંત, ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમના વિકાસ માટેના મૂડી ખર્ચનો ઉપયોગ કંપની દ્વારા લેવામાં આવેલી તમામ બાકી વર્કિંગ કેપિટલ ટર્મ લોનની પૂર્વચુકવણી અથવા ચુકવણી માટે અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે પણ કરવામાં આવશે.",