Bonus Share: સરકારી રેલવે કંપની રાઇટ્સ લિમિટેડના શેર (Rites Ltd)માં બુધવારે કંપનીના જૂન ક્વાર્ટરના પરિણામની જાહેરાત બાદ ઘટાડો થયો છે. કંપની દ્વારા બોનસ ઈશ્યૂને મંજૂરી આપવા છતાં શેરના ભાવ ઘટ્યા છે. રાઇટ્સ લિમિટેડના શેર ઈન્ટ્રા-ડેમાં 5 ટકાથી વધુ તૂટી 716.80 રૂપિયા પર પહોંચી ગયા છે. રાઇટ્સ રેકોર્ડ ડેટ સુધી શેરધારકો દ્વારા રાખવામાં આવેલા પ્રત્યેક શેર માટે એક બોનસ શેર જારી કરશે. એટલે કે 1:1 ના રેશિયોમાં બોનસ શેર જારી કરવામાં આવશે. કંપની દ્વારા બીજીવાર બોનસ શેર આપવામાં આવી રહ્યો છે. 2019માં રાઇટ્સે પ્રત્યેક ચાર શેર પર એક બોનસ શેર જારી કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડિવિડેન્ડ પણ આપશે કંપની
બોનસ ઈશ્યૂ સાથે રાઈટ્સે 2.5 રૂપિયા પ્રતિ શેરના પ્રથમ વચગાળાના ડિવિડેન્ડની પણ જાહેરાત કરી છે. તે માટે રેકોર્ડ ડેટ 8 ઓગસ્ટ 2024 નક્કી કરવામાં આવી છે. શેરના બોનસ ઈશ્યૂની રેકોર્ડ ડેટ હવે જાહેર કરવામાં આવશે. 


જૂન ક્વાર્ટર માટે, RITES એ તેના ચોખ્ખા નફામાં 24.4%નો ઘટાડો નોંધાવ્યો હતો જે ₹90.4 કરોડ નોંધાયો હતો. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીએ ₹119.6 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. RITES એ પણ તેની આવકમાં 10.8%નો ઘટાડો નોંધાવ્યો હતો જે એક વર્ષ અગાઉના ગાળામાં ₹544.3 કરોડથી ઘટીને ₹486 કરોડ થયો હતો. ક્વાર્ટર માટે વ્યાજ, કર, અવમૂલ્યન અને ઋણમુક્તિ પહેલાની કમાણી (EBITDA) ગયા વર્ષની સરખામણીમાં 34.5% ઘટીને ₹105.8 કરોડ થઈ છે, જ્યારે માર્જિન ગયા વર્ષના 29.8% થી 800 બેસિસ પોઈન્ટ્સ ઘટીને 21.8% થઈ ગયું છે.


આ પણ વાંચોઃ એન્ટીલિયાના આટલા બધા માળ પરંતુ 26માં માળે જ કેમ રહે છે મુકેશ-નીતા અંબાણી? જાણો કારણ


શેરની સ્થિતિ
નોંધનીય છે કે 2024માં અત્યાર સુધી શેરના ભાવમાં 47 ટકાનો વધારો થયો છે. છેલ્લા 12 મહિનામાં સ્ટોકે 60 ટકાનું રિટર્ન આપ્યું છે. તેનો 52 વીકનો હાઈ 826.15 રૂપિયા અને 52 વીકનો લો 432.65 રૂપિયા છે. તેનું માર્કેટ કેપ 17,206.82 કરોડ રૂપિયા છે.