Indian Railways: બાળકોની ટ્રેનની ટિકિટને લઈને બદલી ગયા રેલ્વેના નિયમ, જાણો શું છે નવા નિયમ
Indian Railways: ભારતીય રેલવે બાળકો સાથે ટ્રેનમાં મુસાફરી કરવાના નવા નિયમ જાહેર કર્યા છે. બાળકો સાથેની મુસાફરી માટેના ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં જ તેને લાગુ કરવામાં આવશે.
Indian Railways: ભારતીય રેલવે થોડા થોડા સમય પર પોતાના નિયમોમાં ફેરફાર કરે છે. આ ક્રમમાં તાજેતરમાં જ રેલવેમાં બાળકો સાથે મુસાફરી કરવાના નિયમ પણ બદલવામાં આવ્યા છે. ભારતીય રેલવે બાળકો સાથે ટ્રેનમાં મુસાફરી કરવાના નવા નિયમ જાહેર કર્યા છે. બાળકો સાથેની મુસાફરી માટેના ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં જ તેને લાગુ કરવામાં આવશે. તેવામાં તમે પણ જો બાળક સાથે ટ્રેનમાં મુસાફરી કરતા હોય તો આ નિયમ તમારા માટે જાણવા જરૂરી છે.
આ પણ વાંચો:
તમારી ટ્રેન સમયસર છે કે પછી છે લેટ... આ 4 રીતે ઘર બેઠા જાણો ટ્રેનનું રનિંગ સ્ટેટસ
ટ્રેનમાં ખરાબ ભોજન મળે કે સ્ટેશન પર MRPથી વધુ ભાવ લેવામાં આવે તો આ રીતે કરો ફરિયાદ
મુકેશ અંબાણી પાસે માત્ર એન્ટીલિયા જ નહીં આટલા છે ઘર, દરેકની કિંમત છે કરોડોમાં
રેલવે તરફથી મળતી જાણકારી અનુસાર ટ્રેનમાં બાળકો માટે અલગથી બેબી બર્થ બનાવવામાં આવશે. જેથી બાળકોને પણ ટ્રેનમાં મુસાફરી દરમિયાન કોઈપણ પ્રકારની સમસ્યા ન થાય અને તેમને પણ તેમની પોતાની સીટ મળે. બેબી બર્થ ને લઈને રેલ્વે દ્વારા ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે. ટ્રાયલ દરમિયાન જો સફળતા પ્રાપ્ત થશે તો ટ્રેનમાં બેબી બર્થ ને લઈને ફેરફાર કરવામાં આવશે. જોકે બેબી બર્થ માટે ભાડું કેટલું હશે તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
મહત્વનું છે કે જ્યારે ટ્રેનમાં લાંબા અંતરની યાત્રા કરવાની હોય ત્યારે બાળકો સાથે માતા-પિતાને સીટને ઘણી સમસ્યા થાય છે. આ વાતને ધ્યાનમાં લઈને રેલવે વિભાગે બેબી બર્થ બનાવવાનો નિર્ણય કર્યો છે. બેબી બર્થ માટે લખનઉ મેલમાં ટ્રાયલ કરવામાં આવ્યું હતું. જોકે ટ્રાયલની શરૂઆતમાં તેને લઈને કેટલીક ખામીઓ સામે આવી હતી જેના ઉપર રેલવે વિભાગ કામ કરી રહ્યું છે.
બેબી બર્થ ના કોન્સેપ્ટને લઈને જણાવવામાં આવ્યું છે કે રેલવેમાં મુસાફરી દરમિયાન માતા-પિતાને બાળકોને લઈને સમસ્યા થતી હોય છે. બાળકોને પોતાની સીટ ઉપર બેસાડવાથી ઘણી વખત સમસ્યા થાય છે. કારણ કે માતા પિતા અને બાળકો બંને માટે સીટ માં જગ્યા ઓછી પડે છે. તેવામાં બાળકો માટે અલગ સીટ માટે નવી ડિઝાઇન તૈયાર કરવામાં આવી રહી છે. જેનાથી યાત્રા આરામદાયક અને સુરક્ષિત બની શકે.
બેબી બર્થ નો કોન્સેપ્ટ એવો હશે જેથી તેને દરેક કોચમાં લગાડવાની જરૂર ન પડે. જેયાત્રી ટિકિટ સાથે બેબી બર્થ બુક કરાવશે રેલવે તેને બેબી બર્થ અલોટ કરશે. સીટ ઉપર બેબી બર્થ લગાડવા માટે યાત્રી ટીટીઇ અથવા તો રેલવે સ્ટાફનો સંપર્ક કરી શકે છે. બેબી બર્થ એવી હશે જેને હુક વડે સામાન્ય બર્થની સાથે અટેચ કરી શકાય. જોકે હાલ બેબી બર્થ અંગે સેકન્ડ રાઉન્ડ ટ્રાયલ ચાલી રહ્યું છે.