મુકેશ અંબાણી પાસે માત્ર એન્ટીલિયા જ નહીં આટલા છે ઘર, દરેકની કિંમત છે કરોડોમાં
Ambani Family Houses: મુકેશ અંબાણી પોતાના પરિવાર સાથે એન્ટિલિયામાં રહે છે. એન્ટિલિયાને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર એશિયામાં સૌથી મોંઘું ઘર કહેવામાં આવે છે. એન્ટિલિયા મુંબઈના પોશ વિસ્તારમાં બનાવવામાં આવેલું છે.
Trending Photos
Ambani Family Houses: મુકેશ અંબાણી ભારતના જ નહીં એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. મુકેશ અંબાણી અને તેમના પરિવારના સભ્યો સતત લાઈમલાઈટમાં રહે છે. મુકેશ અંબાણી પાસે પાસે અબજોની સંપત્તિ છે. જો કે તેમની સંપત્તિમાં સૌથી વધારે ચર્ચા તેમના ઘરની થાય છે. તેમનું ઘર એન્ટિલિયા મુંબઈમાં છે અને તેની કિંમત 15,000 કરોડ રૂપિયાથી વધુ હોવાનું અનુમાન છે.
આ પણ વાંચો:
મુકેશ અંબાણી પોતાના પરિવાર સાથે એન્ટિલિયામાં રહે છે. એન્ટિલિયાને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર એશિયામાં સૌથી મોંઘું ઘર કહેવામાં આવે છે. એન્ટિલિયા મુંબઈના પોશ વિસ્તારમાં બનાવવામાં આવેલું છે. મુંબઈના અલ્ટામાઉન્ટ રોડ પર એન્ટિલિયા આવેલું છે. એન્ટિલિયા 4 લાખ સ્ક્વેર ફૂટના વિસ્તારમાં ફેલાયેલું છે. તેની અંદાજિત કિંમત 15 હજાર કરોડ રૂપિયાથી વધુ છે. તે એટલું મોટું છે કે તેમાં 3 હેલિપેડ, 168 કાર માટે પાર્કિંગ એરિયા અને 50 સીટરનું મૂવી થિયેટર પણ આવેલું છે. જો કે માત્ર એન્ટિલિયા જ નહીં અંબાણી પરિવાર પાસે અન્ય ઘર પણ છે જે કરોડોની કિંમતના છે.
જેમકે મુકેશ અંબાણીએ તેના નાના પુત્ર અનંત માટે દુબઈમાં 80 મિલિયન ડોલરમાં એક વિલા ખરીદ્યું છે. અહીંથી સમુદ્રનો સુંદર નજારો જોવા મળે છે. આ બીચ ફ્રન્ટ વિલા છે. એક રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણીએ આ પ્રોપર્ટી તેના નાના દીકરા માટે ખરીદી છે.
ત્યારબાદ એપ્રિલ 2021 માં મુકેશ અંબાણીએ યુરોપમાં એક સ્ટોક પાર્ટ સ્ટેટ પણ ખરીદી હતું. જેમાં લક્ઝરી હોટલ અને ટોપ-રેટેડ ગોલ્ફ કોર્સ છે. મુકેશ અંબાણીએ આ પ્રોપર્ટી 57 મિલિયન એટલે કે 592 કરોડ રૂપિયામાં ખરીદી હતી. ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણી પાસે 87.8 અરબ ડોલરની સંપત્તિ છે. તેઓ તેલથી લઈ ન્યૂ એનર્જી સુધીનો બિઝનેસ કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે