Unlock 4: ફેસ્ટિવ સીઝનમાં શરૂ થશે 100 ટ્રેન, રેલવેને માત્ર આ મંજૂરીનો છે ઇન્તજાર
કોરોના સંક્ટની વચ્ચે આજથી અનલોક 4.0ની શરૂઆત થઇ ગઇ છે. ZEE NEWSના સૂત્રોના અહેવાલથી મળેલી જાણકારી અનુસાર રેલવે ટૂંક સમયમાં 100 ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરી શકે છે. રેલવેએ એક પ્રસ્તાવ ગૃહ મંત્રાલયને મોકલ્યો છે અને ટ્રેન ચલાવવાની મંજૂરી માંગી છે. ગૃહ મંત્રાલયથી ગ્રીન સિગ્નલ મળતા જ ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવશે.
નવી દિલ્હી: કોરોના સંક્ટની વચ્ચે આજથી અનલોક 4.0ની શરૂઆત થઇ ગઇ છે. ZEE NEWSના સૂત્રોના અહેવાલથી મળેલી જાણકારી અનુસાર રેલવે ટૂંક સમયમાં 100 ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરી શકે છે. રેલવેએ એક પ્રસ્તાવ ગૃહ મંત્રાલયને મોકલ્યો છે અને ટ્રેન ચલાવવાની મંજૂરી માંગી છે. ગૃહ મંત્રાલયથી ગ્રીન સિગ્નલ મળતા જ ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવશે.
આ પણ વાંચો:- પંચમહાભૂતમાં વિલિન થયા પ્રણવ મુખરજી, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય
રેલ મંત્રાલયે અત્યારે લગભગ 120 ટ્રેન નક્કી કરી છે જેનો પ્રસ્તાવ મંજૂરી માટે ગૃહ મંત્રાલયની પાસે મોકલવામાં આવ્યો છે. કોરોના પ્રોટોકોલના કારણે ટ્રેન શરૂ કરવા માટે ગૃહ મંત્રાલયથી મંજૂરી જરૂરી છે. એકવાર મંજૂરી મળ્યા બાદ નક્કી કરવામાં આવશે કે ટ્રેન ક્યારથી શરૂ થઇ શકે છે.
ટ્રેન શરૂ કરવા માટે રેલવે રાજ્યોની સાથે તાલમેલ બેસાડસે, તે નક્કી થશે કે કયા શહેરને કેટલી ટ્રેનોની જરૂરીયાત છે. તેના સંપૂર્ણ આંકલન બાદ જ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી છે. રેલવેનો પ્રયત્ન રહેશે કે, દેશના તમામ ક્ષેત્રોમાં રેલવે કનેક્ટિવિટી ફરીથી શરૂ થાય અને યાત્રીઓની મુસાફરી વધારવામાં આવે.
આ પણ વાંચો:- રાજનાથ સિંહે કરી ચીન સાથે તણાવ પર સમીક્ષા, ડોભાલે અધિકારીઓ સાથે કરી બેઠક
રેલવેની યોજના કેટલીક સબ-અર્બન ટ્રેનો શરૂ કરવાની પણ છે, એટલે કે, લોકલ ટ્રેનોને લઇને પણ ટૂંક સમયમાં જાહેરાત થઇ શકે છે. હાલ 230 ટ્રેનો શરૂ કરવામાં આવી રહી છે. પરંતુ દેશના કેટલાક ભાગમાં અત્યારે ટ્રેન સેવાઓ શરૂ થઇ નથી. તમને જણાવી દઇએ કે, રેલવે મંત્રાલય પહેલાથી જ તબક્કાવાર રેલવે સેવાઓ શરૂ કરવાની વાત કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર