નવી દિલ્હીઃ ભારતીય રેલવે  (Indian Railways)એ ઓક્ટોબર મહિનામાં આગામી તહેવારોની સીઝન જોતા 196 જોડી એટલે કે 392 સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે. તેને ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો (festival special trains) નામથી ચલાવવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તહેવારો દરમિયાન ટ્રેનોમાં યાત્રિકોની સંખ્યા વધવાના મુદ્દાને ધ્યાનમાં રાખી રેલવેએ બધા ઝોન (Zonal Railways)માં ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની મંજૂરી આપી છે. તેનાથી રેલ યાત્રિકોને સફરની વધારાની સુવિધા અને ટ્રાફિકથી રાહત મળશે. 


રેલવે દ્વારા પ્રાપ્ત જાણકારી પ્રમાણે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન 20 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી કરવામાં આવશે. ઈન્ડિયન રેલવેએ બધા રેલવે ઝોનને આ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની મંજૂરી આપી છે. તેમાં કેટલીક ટ્રેનો નિયમિત રૂપથી સંચાલિત થશે જ્યારે કેટલીક ટ્રેનો સપ્તાહમાં ત્રણ કે ચાર દિવસ ચલાવવામાં આવશે. આ સિવાય સાપ્તાહિક ટ્રેનો પણ ચાલશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube