નવી દિલ્હી: ટ્રેનમાં વગર ટિકિટ યાત્રા કરનાર પાસેથી રેલવે (Indian Railway)એ કરોડો રૂપિયાની આવક એકત્રિત કરી છે. એક આરટીઆઇ (RTI)થી પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર, વર્ષ  2019-20માં રેલવેએ 1 કરોડથી વધારે યાત્રીઓને વગર ટિકિટ મુસાફરી કરતા પકડ્યા હતા, જેમના પર દંડ દ્વારા રેલવેએ 561.73 કરોડ રૂપિયા રિકવર કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- માત્ર 5 મહિનામાં સાત ગણા વધ્યા આ ફાર્મા કંપનીના શેર, 1 લાખના બન્યા 7 લાખ


રેલવે વિભાગ દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, વર્ષ 2016-2020ની વચ્ચે વગર ટિકિટ યાત્રા કરનાર લોકોથી 1,938 કરોડ રૂપિયા દંડ રિકવર કર્યા છે. તે 2016થી 38.57 ટકા વધારે છે. મધ્ય પ્રદેશના કાર્યકર્તા ચંદ્ર શેખર ગોર તરફથી દાખલ એક આરટીઆઇના સંબંધમાં વિભાગે આ જાણકારી આપી છે. આરટીઆઈમાં બહાર આવ્યું હતું કે રેલવેએ 2016-17માં 405.30 કરોડની કમાણી કરી હતી. જ્યારે વર્ષ 2017-18માં રેલ્વેએ આવા લોકો પાસેથી 441.62 કરોડ રૂપિયા એકઠા કર્યા અને વર્ષ 2018-19માં 530.06 કરોડ રૂપિયાની આવક કરી.


વર્ષ 2019-20માં એક કરોડ દસ લાખ યાત્રી વગર ટિકિટ યાત્રા કરતા પકડાયા છે.


આ પણ વાંચો:- 'ઔદ્યોગિક ક્રાંતિ' માટે મોદી સરકારનો 65000 કરોડનો નેશનલ માસ્ટર પ્લાન, જાણો તમામ માહિતી


ભારતીય રેલવેએ વગર ટિકિટ યાત્રા કરવા પર પ્રતિબંધ લગાવવા માટે નિયમ બનાવ્યા છે. એવા યાત્રિઓથી ટિકિટના ખર્ચની સાથે ન્યૂનતમ 250 રૂપિયાનો દંડ રિકવર કર્યો છે. જો કોઇ દંડ આપવાનો ઇનકાર કરે છે, તો તે વ્યક્તિને રેલવે સુરક્ષા દળ (આરપીએફ)ને સોંપવામાં આવે છે અને તેની સામે રેલ્વે એક્ટની કલમ 137 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ પછી વ્યક્તિને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવે છે. મેજિસ્ટ્રેટ તેના પર એક હજાર રૂપિયા સુધીનો દંડ લાદી શકે છે. જો વ્યક્તિ હજી દંડ ભરવાનો ઇનકાર કરે છે, તો તેને છ મહિના સુધી જેલમાં મોકલી શકે છે. (ઇનપુટ: એજન્સી ભાષા)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર