રાજસ્થાની કુચામન સિટીના રાજપુરા ગામના રહેવાસી રાકેશ ચૌધરી યુવા ખેડૂત છે, જે માત્ર ઔષધિની ખેતી કરીને સારી કમાણીની સાથે-સાથે નામ પણ કમાઇ રહ્યા છે. સ્થિતિ એવી છે કે આજે રાકેશ ચૌધરી અન્ય ખેડૂતોને ઔષધિની ખેતી ગુર શિખવાડવા માટે દેશમાંથી બહાર પણ જાય છે. તેમની આ સફળતા પર કેંદ્વ સરકારના આયુષ મંત્રાલયે તેમને નેશનલ મેડિસિનલ પ્લાંટ્સ બોર્ડમાં સભ્ય પણ બનાવવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાકેશ ચૌધરી રાજપુરા ગામનો રહેવાસી છે. તે જણાવે છે કે ઘરમાં ખેતી થાય છે. એટલા માટે તેમને શરૂથી જ ખેતીમાં લગાવ હતો, પરંતુ શરૂઆતમાં શિક્ષણ પુરતું ધ્યાન આપવામાં આવ્યું. તેમણે બીએસસી અને બીએડની તાલીમ પ્રાપ્ત કરી છે. 


રાકેશ જણાવે છે કે જ્યારે તે અભ્યાસ કરતા હતા, ત્યારે તે ડો. ગોપાલ ચૌધરીને મળ્યા હતા. ખેડૂતોને ઔષધિય છોડની ખેતી માટે જાગૃત કરે છે, સરકારી ગ્રાંટ પણ અપાવે છે. ડો ગોપાલ ચૌધરીની વાતોથી પ્રભાવિત થઇને રાકેશ ચૌધરી જયપુર સ્થિત મેડિસિનલ પ્લાંટ બોર્ડમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવી લીધું. રાકેશે પોતાની સાથે-સાથે પોતાના સાથી ખેડૂતોનું પણ રજિસ્ટ્રેશન ત્યાં કરાવી દીધું. 


શરૂ લાગ્યો આંચકો
રાકેશ જણાવે છે કે તેમણે 2005માં ઔષધીય છોડની ખેતી શરૂ કરી. પરંતુ હજુ સુધી તેમને કોઇ નક્કર જ્ઞાન ન હતું. જાણકારીના અભાવે તેમણે પોતાના ખેતરમાં વછનાગ, સફેદ મૂસળી અને સ્ટીવિયા ઉગાડ્યા. રાકેશ જણાવે છે કે આ ત્રણેય વસ્તુઓ તેમના વિસ્તારમાં ઉગતી નથી, પરંતુ તેમણે ત્યાં આ ઔષધિઓ ઉગાડી દીધી. પોતાના પહેલાં જ પ્રોજેક્ટમાં તે ઔષધિઓની પસંદગી કરી જે આપણા સ્થાનિક વાતાવરણના વિરૂદ્ધ હતી. અને પરિણામ આવ્યું કે પાક નષ્ટ થઇ ગયો અને નિરાશા હાથ લાગી. 


મોટા ફાયદાનો સ્વાદ
આ આંચકા બાદ તે કૃષિ વૈજ્ઞાનિકોને મળ્યા. કૃષિ વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે તેમના વિસ્તારમાં મુળેઠીની સારી ખેતી થઇ શકે છે અને તેમાં ફાયદો પણ વધુ છે. પુરી જાણકારી પ્રાપ્ત કર્યા બાદ તેમણે પોતાના ખેતરમાં મુળેઠીની ખેતી કરી. વૈજ્ઞાનિક રીતે ખેતી કરી અને પરિણામ સ્વરૂપે સારો પાક મળ્યો. વૈજ્ઞાનિકોની દેખરેખમાં મુળેઠીની લણણી અને પ્રોસેસિંગ કરી અને તેને બજારમાં વેચી. 


માર્કેટ બનાવવામાં સમસ્યા
ત્યારબાદ રાકેશ ચૌધરીએ મન બનાવી લીધુ કે તે હવે સંપૂર્ણપણે ઔષધિય છોડની ખેતી કરશે અને પોતાના અન્ય સાથીઓને પણ કરાવશે. તેમણે પ્લાન તૈયર કર્યો કે ખેડૂતોના પાકને ખરીદીને આગળ ફાર્મસીને વેચશે. તેના માટે તેમણે સૌથી પહેલાં એલોવીરાની ખેતી કરી. તેમણે આસપાસના ગામડાઓમાં ફરી-ફરીને 62 ખેડૂતોને પોતાની સાથે ભેગા કર્યા અને એલોવેઆની ખેતી માટે પ્રોત્સાહિત કર્યા. તેના માટે કૃષિ વિભાગ દ્વારા તેમને ગ્રાંટ પણ મળી. થોડા દિવસ બાદ તેમનો એલોવેરાનો પાક તૈયાર કર્યો, પરંતુ તેને કેવી રીતે વેચી શકાય, આ સમસ્યા તેમની સામે હતી. તેમણે ઉત્તર પ્રદેશના મનીષ મિત્તલને સાથીઓના પાકનો સોદો કર્યો. 


પ્રોસેસિંગ યૂનિટ તૈયાર કર્યું
આ પ્રકારે એક રસ્તો મળ્યો અને તે આ માર્ગ પર આગળ વધ્યા. એલોવેરાની સપ્લાઇ દરમિયાન બોમ્બેની એક પાર્ટી સંપર્કમાં આવી. તે પાર્ટીને તે દરરોજ એક ટ્રક સારી ક્વોલિટીના એલોવેરા સપ્લાય કરવા લાગ્યા. આ પાર્ટી તેમના એલોવેરાની ક્વોલિટી જોઇ તેમના ગામમાં પ્રોસેસિંગ યૂનિટ લગાવવાનો પ્રસ્તાવ રાખ્યો. આ પ્રકાર તેમણે એક ખેડૂતમાંથી એક બિઝનેસમેન તક મળી. આ પ્રકારે તેમણે પોતાના જ ગામમાં 90 મહિલા અને 12 પુરૂષોને રોજગારી આપી. 


ત્યારબાદ રાકેશે આંબળાની ખેતી અને તેનો પ્રોસેસિંગનો પ્લાન તૈયાર કર્યો. તેના માટે તેમણે બાબા રામદેવની દિવ્ય યોગ ફાર્મસી અને પતંજલિ આયુર્વેદનો સંપર્ક કર્યો અને તેમને પણ માલ સપ્લાય કર્યો પતંજલિ ઉપરાંત રાકેશે હિમાલય, એમ્બ્રોસિયા, ગુરૂકુલ ફાર્મેસીમાં પણ પગપેસારો કરી માલ સપ્લાય કર્યો.


250 પરિવારો કમાણી વધી
આજે 250 ખેડૂત પરિવાર તો સીધી રીતે રાકેશ સાથે જોડાયેલા છે. રાજસ્થાનના 11 શુષ્ક જિલ્લાઓના લગભગ બધા ખેડૂતોનું સારું નેટવર્ક વિકસિત થઇ ચૂક્યું છે જે ઔષધિય છોડની ખેતી કરે છે. પારંપારિક ખેતીમાં 2 પાકમાં સારો ખર્ચ કાઢીને ખેડૂતોને 25000 રૂપિયાથી વધુનો લાભ મળે છે, જ્યારે એક હેક્ટરમાં એલોવીરાની ખેતી જ ખેડૂતોને આજે 2થી અઢી લાખ રૂપિયાનો ચોખ્ખો નફો મળે છે. 


ઉપલબ્ધિઓ 
રાકેશે એક સ્વ સહાય જૂથ 'મારવાડ મેડિસિનલ પ્લાન્ટ સેલ્ફ હેલ્પ ગ્રૂપ' બનાવ્યું છે. આ ગ્રુપે 2017માં 40 મેટ્રિક ટન સરપંખા ડ્રગ કંપનીને વેચીને 5 થી 6 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો રળે છે. રાકેશના મોટા ભાઇ રાજેશની 'રાજ હર્બલ બાયોટેક'એ 2016-17માં 1 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. તેની અન્ય ફર્મ 'વિનાયક હર્બલ'એ 2017-18માં અત્યાર સુધી 2 કરોડનો બિઝનેસ કર્યો છે. વર્ષ 2020 સુધી 50 કરોડના ટર્ન ઓવરનું સપનું ખેડૂતોએ જોયું છે.