નવી દિલ્હીઃ જો તમે શેર બજારના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોને જોઈને શેરોમાં ટ્રેડિંગ કરો છો તો તમે ઈન્ડિયન હોટલ્સના શેરો પર નજર રાખી શકો છો. હકીકતમાં રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ સ્ટોક ઈન્ડિયન હોટલ્સના શેરોમાં તેજી આવવાની સંભાવના છે. બ્રોકરેજ હાઉસ આ કંપનીના શેર પર બુલિશ છે અને તેને ખરીદવાની સલાહ આપે છે. બ્રોકરેજ હાઉસ પ્રમાણે કંપનીના શેરની ચાર્ટ પેટર્ન ખુબ મજબૂત અને પોઝિટિવ જોવા મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું કહ્યું બ્રોકરેજ હાઉસે?
ઘરેલૂ બ્રોકરેજ અને રિસર્ચ ફર્મ એચડીએફસી સિક્યોરિટીઝ, ઈન્ડિયન હોટલ્સના સ્ટોકની કિંમત પર બ્રેકઆઉટ આપ્યું છે અને શેરમાં તેજીની આશા વ્યક્ત કરી છે. બ્રોકરેજ ફર્મે કહ્યું- શોર્ટ ટર્મનું વલણ સકારાત્મક બનેલું છે, કારણ કે તે મૂવિંગ એવરેજથી ઉપર કારોબાર કરી રહ્યો છે. મૂવિંગ એવરેજ કન્વર્ઝેંસ ડાઇવર્ઝેસ અને ડાયરેક્શનલ મૂવમેન્ટ ઇન્ડેક્સ જેવા ઓસિલેટર્સ સ્ટોકમાં મજબૂતી જોવા મળે છે. 


આ પણ વાંચોઃ ભારતમાં દમદાર એન્જિન અને જોરદાર ફીચર્સ સાથે આવ્યું 'ટાઈગર', કિંમત જાણીને ફાટી જશે આંખો


268 રૂપિયાનો ટાર્ગેટ
એચડીએફસી પ્રમાણે પ્લસ DI માઇનસ DI થી ઉપર કારોબાર કરી રહ્યું છે, જે વર્તમાન અપટ્રેન્ડની ગતિને દર્શાવે છે. બ્રોકરેજ હાઉસે ઈન્ડિયન હોટલ્સની ટાર્ગેટ પ્રાઇઝ 257 રૂપિયાથી 268 રૂપિયા પ્રતિ શેર રાખી છે. બ્રોકરેજ ફર્મે 210 રૂપિયા પ્રતિ શેર સ્ટોપલોસ રાખતા તેને ખરીદવાની સલાહ આપી છે. 1-3 મહિનાના સમયગાળામાં રોકાણકારોને સારો ફાયદો થઈ શકે છે. મહત્વનું છે કે કંપનીના શેર આજે 3.51 ટકાની તેજીની સાથે 240.10 રૂપિયા પર બંધ થયા છે. 


વર્ષમાં 134.27% નું રિટર્સન
ઈન્ડિયન હોટલ્સના શેરોએ એક વર્ષમાં  134.27% નું રિટર્ન આપ્યું છે. કંપનીના શેર વર્ષ પહેલા 102.49 રૂપિયાના સ્તરે હતો, જે વધીને 240.10 રૂપિયા પ્રતિ શેર પહોંચી ગયો છે. આ મલ્ટીબેગર સ્ટોક 2022માં અત્યાર સુધી લગભગ 34 ટકા ઉપર છે. 


આ પણ વાંચોઃ એપ્રિલમાં આ તારીખો પર બેંકોમાં રહેશે રજા, લીસ્ટ જોયા બાદ જ બેંકનો ખાજો ધક્કો


રાકેશ ઝુનઝુનવાલાની પાસે 1.08 ટકા ભાગીદારી
બીએસઈની શેરધારિતા પેટર્ન અનુસાર ભારતીય દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા અને તેના પત્ની રેખા ઝુનઝુનવાલાની ડિસેમ્બર 2021માં ઈન્ડિયન હોટલ્સમાં 1.08 ટકાની ભાગીદારી છે. 


(આ શેરમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. તમે રોકાણ કરતા પહેલાં તમારા બ્રોકરની સલાહ લઈ શકો છો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube