ભારતમાં દમદાર એન્જિન અને જોરદાર ફીચર્સ સાથે આવ્યું 'ટાઈગર', કિંમત જાણીને ફાટી જશે આંખો

Triumph Motorcycle India એ એકદમ નવી ટાઈગર સ્પોર્ટ 660 લોન્ચ કરી છે. જે કંપનીના લાઈનઅપની સૌથી સસ્તી બાઈક છે. આ સાથે દમદાર એન્જિન આપવામાં આવ્યું છે અને શાનદાર પ્રદર્શનના હિસાબથી તેની કિંમત પણ વધારે રાખવામાં આવી છે.

ભારતમાં દમદાર એન્જિન અને જોરદાર ફીચર્સ સાથે આવ્યું 'ટાઈગર', કિંમત જાણીને ફાટી જશે આંખો

નવી દિલ્હી: ટ્રાયમ્ફ મોટરસાયકલ ઇન્ડિયાએ ટાઈગર સ્પોર્ટ 660 લોન્ચ કરી દીધી છે. જેની દિલ્હીમાં એક્સશોરૂમ કિંમત 8.95 લાખ રૂપિયા રાખવામાં આવી છે. કંપનીએ કહ્યું છે કે, આ બાઈકને ખાસ કિંમત પર રજૂ કરવામાં આવી છે અને આવનારા સમયમાં તેના ભાવ વધારવામાં આવી શકે ચે. ટાઈગર સ્પોર્ટ 660 કંપનીની એન્ટ્રી-લેવલ Adventure Touring Motorcycle મોટરસાયકલ છ જેને ગત વર્ષે દુનિયાભરમાં માર્કેટમાં ઉતરવામાં આવી હતી. હવે ભારતમાં તેનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. ટ્રાયમ્ફે બાઈકની બુકિંગ શરૂ કર દીધુ છે અને તેમાં દિલચસ્પી રાખનાર 50000 રૂપિયા ટોકન રાશિ સાથે તેન બુક કરી શકો છો.

લોન્ચ થતા જ ગ્રાહકોને મળવા લાગી બાઈક
કંપની આ મોટરસાયકલની ડિલિવરી લોન્ચ કરવાન સાથે તરત શરૂ કરવા લાગી હતી. આ બાઈક ત્રણ રંગ- લ્યૂસર્ન બ્લૂ અને સફાયર બ્લેક, કોરોસી રેડ અને ગ્રેફાઈટ સાથે મિનિમલિસ્ટ ગ્રેફાઈટ અને બ્લેકમાં ઉપલ્બધ કરાવવામાં આવી છે. આ ત્રણ રંગ વિદેશી બજારમાં પણ આપવામાં આવી રહ્યા છે. બાઈકની સાથે સ્ટાન્ડર્ડ ટ્રાયમ્ફ ટાઈગર વાળી મેન ફ્રેમ મળી છે. જો કે, એડવેન્ચર બાઈકની જરૂરિયાત હિસાબથી તેના પાછળના ભાગમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.

જોરદાર એન્જિનથી સજ છે ટાઈગર સ્પોર્ટ 660 ટ્રાયમ્ફે નવી ટાઈગર સ્પોર્ટ 660 સાથે 660 સીસીનું ટ્રિપલ સિલિન્ડર એન્જિન પણ આપ્યું છે. જે ટ્રાઈડેન્ટ 660 થી લેવામાં આવ્યું છે. આ એન્જિન 81 બીએસપી તાકાત અને 64 એનએમ પીક ટોક બને છે. કંપની એ તેને 6 સ્પીડ ગિયરબોક્સ સાથે વિકલ્પમાં અપ/ડાઉન ક્વિકશિફ્ટર આપ્યું છે. ફીચર્સ પર નજર કરીએ તો એલઈડી હેડલાઈટ, મોડર્ન લુકવાળા બ્લુટૂથ ટીએફટી ઇન્સ્ટ્રમેન્ટ કંસોલ, રાઈડિંગ મોડ્સ, બંદ થઈ શકે તેવા ટ્રેક્શન કંટ્રોલ અને એબીએસ સાથે બાઈક આપવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news