₹278 પર જશે ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ આ શેર, તમે પણ લગાવી શકો છો દાવ
બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલનું માનવું છે કે રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ સ્ટોકમાં નફાખોરી ખતમ થઈ ગઈ છે અને તે રિકવરી તરફ છે. તેમાં દાવ લગાવનારને નફો થઈ શકે છે.
નવી દિલ્હીઃ Rakesh Jhunjhunwala portfolio: શેર બજારમાં મંદી છતાં ઈન્ડિયન હોટલ્સના શેરની કિંમત 2022માં એનએસઈ પર 268.95 રૂપિયાના હાઈ લેવલ પર પહોંચી ગઈ હતી. પરંતુ ત્યારબાદ તેમાં ઘટાડો જોવા મળ્યો. ઈન્ડિયન હોટલ્સના શેરની કિંમત આજે 225.80 રૂપિયા છે, જે 52 વીક હાઈથી લગભગ 16 ટકા નીચે છે. બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલનું માનવું છે કે રાકેશ ઝુનઝુનવાલા પોર્ટફોલિયો સ્ટોકમાં નફાખોરી ખતમ થઈ ગઈ છે અને હવે તે રિકવરી તરફ છે. તેમાં દાવ લગાવનારને 25 ટકા સુધી રિટર્ન મળી શકે છે.
શું કહે છે નિષ્ણાંત?
મોતીલાલ ઓસવાલે પોતાના રિપોર્ટમાં કહ્યું છે, 'ઈન્ડિયન હોટલના એસેટ-લાઇટ મોડલ અને હાઈ EBITDA માર્જિનની સાથે રેવેન્યૂના નવા રસ્તા ખુલશે. RoCE માં વિસ્તાર માટે સારો છે. FY22 ની જેમ FY23 અને FY24માં એક મજબૂત રિકવરી કરશે. બ્રોકરેજ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈન્ડિયન હોટલ્સ કંપની લિમિટેડ પોતાના બિઝનેસ મોડલને પરંપરાગત હોટલ વ્યવસાયથી આગળ લઈને ગયું છે અને તે એમો સ્ટેજ એન્ડ ટ્રેલ્સ હેઠળ હોમસ્ટેમાં વિસ્તાર કરી રહ્યું છે. પહેલા જ 90 હોમસ્ટે માટે સાઇન અપ કરી ચુક્યુ છે અને નાણાકીય વર્ષ 25-26 સુધી કુલ 500થી વધુ હોમસ્ટે લાવવાની યોજના બનાવી રહ્યું છે. બ્રોકરેજે તેની ટાર્ગેટ પ્રાઇઝ 278 રૂપિયા રાખી છે.'
આ પણ વાંચોઃ 1 જુલાઈથી આ જરૂરી નિયમમાં થશે ફેરફાર, તમારા પર પડશે સીધી અસર, ચેક કરો વિગત
રાકેશ ઝુનઝુનવાલાની પાસે છે શેર
ઈન્ડિયન હોટલ્સના જાન્યુઆરીથી માર્ચ 2022ની શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે બિગ બુલ અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલાએ આ હોસ્પિટેલિટી કંપનીમાં રોકાણ કર્યું છે. ઝુનઝુનવાલાની પાસે કંપનીના 1,57,29,200 શેર કેર 1.11 ટકા ભાગીદારી છે, જ્યારે તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા પાસે કંપનીમાં 1,42,87,765 શેર કે 1.01 ટકા ભાગીદારી છે. ઝુનઝુનવાલા દંપતિની પાસે 3,00,16,965 શેર છે, જે કંપનીની કુલ મુળીના 2.12 ટકા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube