ઝુનઝુનવાલાએ કેમ કહેલું `મોત, મોસમ, મહિલા અને માર્કેટ વિશે ના કરી શકાય ચોક્કસ ભવિષ્યવાણી`
Market is King: ભારતમાં શેરબજારના ગુરુ તરીકે જાણીતા રાકેશ ઝુનઝુનવાલાએ એકવાર એવું કેમ કહ્યું હતુંકે, માર્કેટ એક મહિલા જેવું છે, કોઈ તેનો રાજા ન હોઈ શકે?
Rakesh Jhunjhunwala: રાકેશ ઝુનઝુનવાલા હવે આ દુનિયામાં નથી રહ્યાં. પણ તેમણે કહેલી વાતો, તેમના કોટ, તેમની ટિપ્સ આજે પણ લોકો યાદ રાખે છે. ભારતમાં સ્ટોક માર્કેટના કિંગ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલા વિશે એવું કહેવાતું હતું કે, એકવાર તે શેરમાર્કેટ વિશે જે પ્રિડિક્શન કરી લે તે મહદઅંશે સાચુ જ ઠરતું. ઝુનઝુનવાલાની ટિપ્સ ફોલો કરનાર હંમેશા ઢગલાબંધ રૂપિયાની કમાણી કરતા હતા. લોકો એ વાતની રાહ જોઈને બેસી રહેતા હતા કે ઝુનઝુનવાલા કયા સ્ટોક પર પૈસા લગાવે છે. ઝુનઝુનવાલા જે સ્ટોક ખરીદે ઢગલાબંધ રોકાણકારો આંખો મિંચીંને એના પર દાવ લગાવી દેતા હતાં.
જોકે, તેમ છતાં રાકેશ ઝુનઝુનવાલા પોતાને એક્સપર્ટ માનતા નહોતા. તે કહેતા હતા કે, માર્કેટમેં કુછ ભી હો સકતા હૈ... દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)નું કહેતા હતા કે સ્ટૉક માર્કેટનું કોઈ રાજા નથી હોતું. જે આવું વિચારે છે તે આર્થર રોડ જેલ પહોંચી જાય છે. ઝુનઝુનવાલાએ કહ્યુ કે, ફક્ત માર્કેટ જ કિંગ (Market is King) છે. બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાએ કહ્યું હતુંકે, કોઈપણ વ્યક્તિ મોત, મોસમ, મહિલા અને માર્કેટ વિશે ચોક્કસ ભવિષ્યવાણી ન કરી શકે.
રાકેશ ઝુનઝુનવાલાએ જણાવ્યુ કે, “માર્કેટ એક મહિલા જેવું છે જે હંમેશા કમાન્ડ કરે છે. તે રહસ્યમય, અનિશ્ચિત અને વધારા-ઘટાડાથી ભરેલું છે. તમે ક્યારેય ખરા અર્થમાં કોઈ મહિલાના રાજા ન બની શકો. એવી જ રીતે તમે માર્કેટના રાજા પણ નથી બની શકતા.” ઝુનઝુનવાલાએ એક વખત એવું પણ કહ્યું હતુંકે, આગમી દિવસોમાં ભારતનો ભવ્ય સમય આવશે. જીડીપી ગ્રોથ વધશે અને અર્થ વ્યવસ્થા આગળ વધશે. હાલ એ દિશામાં દેશ આગળ થઈ રહ્યો છે. રાકેશ ઝુનઝુનવાલાએ એવું પણ કહ્યું હતું કે, જો ભારત દેશનો વિકાસ કરવો હોય તો રિયલ એસ્ટેટનો વિકાસ પણ જરૂરી છે.
કોણ છે રાકેશ ઝુનઝુનવાલા?
રાકેશ ઝુનઝુનવાલા “કીંગ ઑફ બુલ માર્કેટ”ના નામથી પણ ઓળખાતા હતા. તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને સ્ટોક ટ્રેડર પણ હતા. ફોર્બ્સની રિચ લિસ્ટ અનુસાર, તેઓ દેશના ટોપ 50 ધનિક વ્યક્તિઓ પૈકી એક હતા. રાકેશ ઝુનઝુનવાલા હંગામા ડિજિટલ મીડિયા એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ નામની ભારતીય ડિજિટલ એન્ટરટેઈનમેન્ટ કંપનીના અને એપ્ટેકના ચેરમેન પણ હતા. સાથે જ તેઓ પ્રોવોગ ઈન્ડિયા, વાઈસરોય હોટેલ્સ, જિયોજીત ફાયનાન્સિયલ સર્વિસિસ અને કોનકોર્ડ બાયોટેક જેવી કંપનીઓના બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં સામેલ હતા. એટલું જ નહીં ઝુનઝુનવાલાએ ‘શમિતાભ’, ‘ઈંગ્લિશ-વિંગ્લિશ’ અને ‘કી એન્ડ કા’ જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે. તેમનો જન્મ 5 જુલાઈ 1960ના રોજ મુંબઈ ખાતે મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેમના પિતા ટેક્સ ઓફિસર હતા. તેમણે 1985માં સિડનહામ કૉલેજમાંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડિગ્રી મેળવી હતી. બિગ બુલ બનવાની ઝુનઝુનવાલાની ઉદ્યોગસાહસિક યાત્રા રોમાંચથી ભરપૂર સફર છે.