નવી દિલ્હી :બિઝનેસ ટાયકૂન રતન ટાટા (Ratan Tata) ઈન્સ્ટાગ્રામ પર નવા પ્લેયર છે. અત્યાર સુધી તેઓને સોશિયલ મીડિયાની સારી બાબતો તો સમજમાં આવી રહી હતી, પરંતુ ખરાબ અનુભવ ત્યારે થયો જ્યારે ઈન્સ્ટાગ્રામ (Instagram)ની કડવી હકીકત સાથે સામનો થયો. પરંતુ રતન ટાટાની ખાસ વાત એ છે કે, તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં સાદગીથી વર્તન કરવામાં માને છે. આવી જ એક ઘટના બુધવારે બની. ઈન્સ્ટાગ્રામ પર 10 લાખ ફોલોઅર થવા પર રતન ટાટાએ લોકોનો આભાર માન્યો હતો. ત્યારે એક યુવતીએ આ પોસ્ટ પર 'Congratulations Chotu' લખીને બબાલ કરી હતી. રતન ટાટાને પસંદ કરનારાઓનો યુવતીની છોટુ લખવાની વાત પસંદ ન આવી, અને તેઓએ તેને ખરી-ખોટી સંભળાવવાનું શરૂ કર્યું. પરંતુ ખુદ ટાટાએ એવી વાત લખી દીધી કે, આટલા મોટા શખ્સને છોટુ કહેનારી યુવતી પણ પાણીપાણી થઈ ગઈ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે નહિ રડાવે ડુંગળી, આવ્યા છે ભાવનગરથી સારા સમાચાર


છોટુ લખવા પર એ યુવતી સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગી હતી. તેના બાદ રતન ટાટાએ રિપ્લાય કર્યો કે, તમામ વ્યક્તિની અંદર એક નાનકડુ બાળક જીવે છે. કૃપા કરીને આ યુવતી સાથે ઈજ્જતથી વર્તન કરો. ભારતના આ મોટા બિઝનેસ ટાયકૂન દ્વારા કરવામાં આવેલ આ સાદગીભર્યા નિવેદનથી ફોલોઅર ખુશ થઈ ગયા. રતન ટાટાના ઈન્સ્ટાગ્રામના આ રિપ્લાયને 4422 લોકોએ લાઈક કર્યું છે. 


યુવતીએ લખ્યું હતું કે, 'Congratulations Chotu'
હકીકતમાં રતન ટાટા તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામથી જોડાયેલા છે. બુધવારે તેમમના ફોલોઅર્સની સંખ્યા 10 લાખથી વધુ થઈ ગઈ છે. આ કારણે તેઓએ લોકોનો આભાર માનીને એક પોસ્ટ કરી હતી. જ્યાં બધા લોકો તેઓને અભિનંદન આપી રહ્યા હતા, ત્યાં એક યુવતીએ તેઓને 'Congratulations Chotu' કહી દીધું હતું. 


કોરોનાને કારણે અટકી પડ્યો ગુજરાત-ચીનનો વ્યાપાર, હવે ઊંઝાના વેપારીઓ પણ મુશ્કેલમાં મૂકાયા  


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક