Ratan Tata Pet project: આપણે એવા યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં માનવતા પાછળ રહી ગઈ છે. લોકો એકબીજાને મદદ કરવામાં કતરાતા હોય છે. ભાઈ ભાઈનો સગો થતો નથી. આ સમયગાળા દરમિયાન રતન ટાટાએ (Ratan Tata) બે જુબાન જાનવરો માટે એક મોટી પહેલ કરી છે. રતન ટાટાનો (Ratan Tata) પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ કોઈનાથી છૂપો નથી. હવે 12 વર્ષની લાંબી રાહ બાદ તેણે એક ખાસ ગિફ્ટ આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. 86 વર્ષની ઉંમરે રતન ટાટાનું (Ratan Tata) સપનું પૂરું થવાનું છે, જેની શરૂઆત તેમણે ટાટાસનના ચેરમેન પદ છોડતી વખતે કરી હતી. રતન ટાટાનો ડ્રીમ 'પેટ' પ્રોજેક્ટ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રતન ટાટાનો ‘Pet’ પ્રોજેક્ટ
રતન ટાટાએ મુંબઈના ભવ્ય એરિયા મહાલક્ષ્મીમાં એનિમલ હોસ્પિટલ બનાવી છે. 2.2 એકર જમીનમાં બનેલી આ હોસ્પિટલમાં કૂતરા, બિલાડી, સસલાં જેવા પ્રાણીઓની સારવાર કરવામાં આવશે. 24×7 ચાલતી આ હોસ્પિટલમાં પાલતું પ્રાણીઓની સારવાર થશે. રતન ટાટાએ આ હોસ્પિટલ બનાવવાનું સપનું લગભગ 12 વર્ષ પહેલા જોયું હતું, જ્યારે તેઓ Tatasons છોડી રહ્યા હતા. આ હોસ્પિટલનું નામ Tata Trusts Small Animal Hospital રાખવામાં આવ્યું છે, જેની દેખરેખ ટાટા ટ્રસ્ટ કરશે. 


મનમૂકીને ટાટા ટ્રસ્ટે કર્યો છે ખર્ચ
આ હોસ્પિટલ બનાવવા માટે 165 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં રતન ટાટાએ કહ્યું હતું કે તેઓ એક પેટ પેરેન્ટ્સ છે. તેઓ આ પીડાથી વાકેફ છે. પોતાના કૂતરાની સારવાર માટે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમણે કહ્યું હતું કે એકવાર તેમના દીકરા સમાન કૂતરાને જોઈન્ટ પ્રોબ્લેમ થયો અને તેના રિપ્લેસમેન્ટ માટે તેને અમેરિકા લઈ જવો તેમના માટે પડકારજનક બની ગયો હતો. રતન ટાટાને મિનેસોટા યુનિવર્સિટી સુધી પહોંચવા અને તેની સારવાર માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ તેમણે ભારતમાં વિશ્વ કક્ષાની એનિમલ હોસ્પિટલ ખોલવાનું નક્કી કર્યું. ટાટાની આ વેટરનરી હોસ્પિટલમાં પાળતુ પ્રાણીઓને વિશ્વ કક્ષાની સુવિધાઓ મળશે.


ટાટાની આ પહેલી હોસ્પિટલ નથી
2012માં જ્યારે તેમણે ટાટા સન્સનું ચેરમેન પદ છોડ્યું ત્યારે તેમણે આ હોસ્પિટલમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. હવે 12 વર્ષ બાદ તેનું કામ પૂર્ણ થયું છે. મુંબઈમાં બનેલી આ વેટરનરી હોસ્પિટલ દેશની સૌથી મોટી હોસ્પિટલોમાંની એક છે. તમને જણાવી દઈએ કે ટાટાની આ પહેલી હોસ્પિટલ નથી. ભારતની પ્રથમ કેન્સર હોસ્પિટલ, ટાટા મેમોરિયલ હોસ્પિટલ, ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવી હતી. 


આ સિવાય ટાટા NCPA, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ-બેંગલોરનું નિર્માણ અને સંચાલન પણ કરે છે. રતન ટાટા પ્રાણીઓ માટે  હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. તેમણે ઘણા સ્ટાર્ટઅપ્સમાં પણ રોકાણ કર્યું છે જે પાલતું અને સ્ટ્રીટ એનિમલ માટે કામ કરે છે. આમ ટાટાની આ પહેલને પગલે પાલતુ પ્રાણીઓને મોટી રાહત મળવાની છે.