Tata Investment Share Price: ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનના શેરમાં બે દિવસની તેજી બાદ જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. બે કારોબારી સત્રમાં આ શેર 25 ટકા વધી ગયો પરંતુ ટ્રેડિંગ સેશન દરમિયાન તે હાઈ લેવલથી 800 રૂપિયા તૂટી ગયો છે. તેનાથી ઈન્વેસ્ટરોને મોટો ઝટકો લાગ્યો છે. શેર છેલ્લા બે સત્ર એટલે કે મંગળવાર અને બુધવારના કારોબારી સત્રમાં 25 ટકાથી વધુ ઉપર ગયો હતો. આ શેરનું પાંચ મહિનાનું હાઈ લેવલ હતું. શેરમાં આ તેજી ત્યારે આવી જ્યારે સમાચાર આવ્યા કે ટાટા સન્સે 20000 કરોડ રૂપિયાથી વધુની લોન ચુકવી દીધી છે. ત્યારબાદ શેરમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે દિવસ પહેલા 6171 રૂપિયા પર બંધ થયો શેર
20,000 કરોડ રૂપિયાથી વધુની લોન ચુકવવાના સમાચાર આવ્યા બાદ શેરમાં ઈન્વેસ્ટરોએ ઝડપથી રોકાણ કરવાનું શરૂ કર્યું. 26 ઓગસ્ટે 6171 રૂપિયાના લેવલ પર બંધ થયેલો શેર 27 ઓગસ્ટે વધીને 7372.30 રૂપિયા પર બંધ થયો. આ દરમિયાન શેર તેનાથી ઉપર પણ ગયો હતો. ત્યારબાદ 28 ઓગસ્ટે શેર લીલા નિશાનની સાથે 7500 રૂપિયા પર ખુલ્યો હતો. શેરમાં ખરીદી જારી રહી અને તે વધીને 8075.90 રૂપિયા પર પહોંચી ગયો હતો. જે શેરનું પાંચ મહિનાનું હાઈ લેવલ છે. પરંતુ અહીં પહોંચીને શેર તેજી જાળવી શક્યો નહીં અને તેમાં ઘટાડો શરૂ થયો હતો.


આ પણ વાંચોઃ 1 રૂપિયાના શેરને ખરીદવા માટે જબરી પડાપડી, 2 દિવસથી લાગી રહી છે અપર સર્કિટ, જાણો કારણ


8075 રૂપિયાથી 7200 રૂપિયા પર આવ્યો શેર
બપોરે શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો અને તે 3 વાગ્યે લગભગ બે ટકા ઘટીને રૂ. 7200 પર પહોંચ્યો  હતો. આ રીતે એક જ ટ્રેડિંગ સેશન દરમિયાન શેરમાં રૂ. 875નો ઘટાડો જોવા મળ્યો હતો. જેના કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું છે. શેરે છેલ્લા 365 દિવસમાં મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે. BSE પર આ શેર 225 ટકા વધ્યો છે. BSE ડેટા અનુસાર, શેરે છેલ્લા ત્રણ વર્ષમાં ઉત્તમ વળતર આપ્યું છે, જે 519.36% છે. કંપનીનું માર્કેટ કેપ ઘટીને રૂ. 36,226 કરોડ થયું છે.


શું કરે છે કંપની?
ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનનો મુખ્ય કારોબાર લિસ્ટેડ અને અનલિસ્ટેડ ઈક્વિટી શેર, ડેબ્ડ ઈન્સ્ટ્રુમેન્ટ અને મ્યૂચુઅલ ફંડમાં રોકાણ કરવાનો છે. આ કંપની ભારતીય રિઝર્વ બેન્કની સાથે રોકાણ કંપનીની કેટેગરી હેઠળ રજીસ્ટર્ડ એક એનબીએફસી છે. RBIએ સપ્ટેમ્બર 2022માં ટાટા સન્સને NBFC-અપર લેયર (NBFC-UL) તરીકે વર્ગીકૃત કર્યું હતું. આરબીઆઈની જરૂરિયાતો મુજબ, આ કેટેગરીમાં વર્ગીકૃત થયાના ત્રણ વર્ષની અંદર NBFC-UL સાર્વજનિક રીતે સૂચિબદ્ધ હોવું આવશ્યક છે. ટાટા સન્સ તેની ગ્રૂપ કંપનીઓમાં રોકાણ કરવા માટે બેન્કો અને બજારમાંથી મૂડી એકત્ર કરે છે, જેમાં મુખ્ય ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), ટાટા મોટર્સ અને ટાટા સ્ટીલનો સમાવેશ થાય છે.