Paytm Payments Bank: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ Paytm પેમેન્ટ બેંકને લઈને મોટી કાર્યવાહી કરી છે. આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેંક પર થાપણો લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. 29 ફેબ્રુઆરી પછી, Paytm પેમેન્ટ્સ બેંક તેના ગ્રાહકોને બેંકિંગ સુવિધાઓ પ્રદાન કરી શકશે નહીં. આ સિવાય આરબીઆઈ (Reserve Bank) એ પણ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ મૂક્યો છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે નિયમોનું પાલન ન કરવાને કારણે કાર્યવાહી કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5 જણ પૂછવા આવે એવી છે ઘઉંની ખેતી કરવાની આ ટિપ્સ, કોથળે કોથળા ભરીને થશે ઉત્પાદન
ઉભા ઉભા પાણી પીતા હોય તો સાવધાન, બની શકો છો આ જીવલેણ રોગોનો શિકાર
આ 5 સંકેત દેખાય તો તાત્કાલિક દવાખાને પહોંચી જજો, મોડું કર્યું તો હાર્ટ થઇ જશે ફેલ


રિઝર્વ બેંકે કંપની પર ક્રેડિટ ટ્રાન્ઝેક્શન, ટોપ-અપ સુવિધા, વોલેટ અને ફાસ્ટેગ સહિત તમામ પ્રકારની સુવિધાઓ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. આ સાથે Paytm પેમેન્ટ બેંક પણ નવા ગ્રાહકો ઉમેરી શકશે નહીં.


ઉનાળું તલની ખેતી કરી 'લાખોપતિ' બની શકે છે ખેડૂતો, આ રીતે વાવણી કરશો તો થશે ફાયદો
આ પદ્ધતિથી ઘઉંની ખેતી કરશો તો ઘઉંનું થશે બંપર ઉત્પાદન, કૃષિ વૈજ્ઞાનિકે આપી ખાસ ટિપ્સ


ગ્રાહકો તેમના પૈસા ઉપાડી શકશે
રિઝર્વ બેંકે કહ્યું છે કે જે ગ્રાહકોનું અહીં ખાતું છે તેઓ તેમાંથી પોતાના પૈસા ઉપાડી શકે છે. આરબીઆઈએ કહ્યું છે કે ગ્રાહકો સેવિંગ એકાઉન્ટ, કરન્ટ એકાઉન્ટ અથવા અન્ય કોઈપણ ખાતામાંથી તેમના પૈસા ઉપાડી શકે છે. Paytm પેમેન્ટ બેંક સતત નિયમોની અવગણના કરી રહી છે, જેના કારણે RBIએ આ કડક પગલું ભર્યું છે. આરબીઆઈએ કહ્યું છે કે ઓડિટમાં ઘણી સુપરવાઇઝરી ખામીઓ જોવા મળી છે.


લકી લોકોના હાથમાં હોય છે આ રેખા, સત્યને માર્ગે ચાલનાર અને સમાજમાં હોય છે પ્રતિષ્ઠા
ગુજરાતના આ ગામમાં આવેલું છે રાવણના મોટા ભાઇ કૂબેરનું મંદિર, કહેવાય છે દેવોના ખજાનચી