તમે પણ પેમેન્ટ માટે કરો છો Credit Card નો ઉપયોગ ? તો ફટાફટ જાણી લો RBI એ જાહેર કરેલા નવા નિયમ
Credit Card: આ ફેરફાર પહેલા વિદેશ યાત્રા દરમિયાન ખર્ચા માટે આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડથી જે પણ ચુકવણી થતી તેનો LSRમાં સમાવેશ થતો નહીં.
Credit Card: આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડ દ્વારા વિદેશી મુદ્રામાં કરેલા ખર્ચને પણ હવે રિઝર્વ બેન્કની LSR સ્કીમમાં આવરી લેવામાં આવશે. નાણા મંત્રાલયે વિદેશી મુદ્રા પ્રબંધન સંશોધન નિયમ 2023 ને અધિસુચિત કરતા જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડ દ્વારા વિદેશમાં કરવામાં આવેલા ખર્ચનો પણ LSR માં સમાવેશ કરવામાં આવશે.
આ પણ વાંચો:
ઘરમાં વધુમાં વધુ કેટલી રાખી શકો છો કેશ? શું છે ઇનકમ ટેક્સનો નિયમ, જાણો
₹62 થી ₹65 રૂપિયા છે IPO પ્રાઇઝ, આગામી સપ્તાહે કરી શકશો રોકાણ, જાણો GMP
સોના-ચાંદીના ભાવમાં બુધવારે થઈ ગયો મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત
જે અંતર્ગત એક વ્યક્તિ રિઝર્વ બેન્કની અનુમતિ વિના એક નાણાકીય વર્ષમાં વધુમાં વધુ અઢી લાખ ડોલરની ધન રાશિ વિદેશ મોકલી શકે છે. આ નિયમમાં ફેરફાર પછી LSR માં સમાવિષ્ટ અઢી લાખ ડોલરની રકમથી વધુની રકમને વિદેશ મોકલવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની મંજૂરી લેવી ફરજીયાત હશે.
આ ફેરફાર પહેલા વિદેશ યાત્રા દરમિયાન ખર્ચા માટે આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડથી જે પણ ચુકવણી થતી તેનો LSRમાં સમાવેશ થતો નહીં. પરંતુ નાણા મંત્રાલયે આરબીઆઈ સાથે પરામર્સ કરીને વિદેશી મુદ્રા પ્રબંધન નિયમની સાત ધારાને હટાવી અને ક્રેડિટ કાર્ડથી વિદેશમાં થયેલા ખર્ચને પણ LSR માં જોડી દીધો છે.
જોકે ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ દ્વારા વિદેશમાં જે પણ ખર્ચ થાય તેના માટે આરબીઆઈની અનુમતિ ત્યારે જ લેવી પડશે જ્યારે નિશ્ચિત કરેલી ધન રાશિ કરતાં વધારે ખર્ચ કરવાનો હોય.