Reserve Bank Of India: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ફરી એકવાર રેપો રેટ યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. ત્રણ દિવસની મોનેટરી પોલિસી રિવ્યુ મીટિંગ (MPC Meeting) બાદ RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે કમિટીએ ફરી એકવાર રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. રેપો રેટ હાલમાં 6.5 ટકા છે. જોકે, તેમણે કહ્યું કે હવે સેન્ટ્રલ બેંક આના પર ચાંપતી નજર રાખશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છમાંથી પાંચ સભ્યોએ વ્યક્ત કરી સહમતિ
નાણાકીય વર્ષ 2023-24 માટે ભારતીય રિઝર્વ બેંકની પાંચમી નાણાકીય નીતિની બેઠકમાં ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે રેપો રેટ અત્યારે સ્થિર રહેશે. બેઠકમાં 6માંથી 5 સભ્યો રેપો રેટને સ્થિર રાખવાના નિર્ણય પર સહમત થયા છે. રિઝર્વ બેંકનું 'withdrawal of accommodation' વલણ અકબંધ છે. ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે મોંઘવારી દરને 4 ટકાથી નીચે લાવવા પર ફોકસ કરવામાં આવશે.


રેપો રેટ 6.5 ટકા પર સ્થિર
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ છેલ્લી ઘણી બેઠકોથી રેપો રેટ (RBI Repo Rate) ને 6.5 ટકા પર સ્થિર રાખ્યો છે. નિષ્ણાતો નાણાકીય વર્ષ 2023-24ની પાંચમી બેઠકમાં પણ રેપો રેટ સ્થિર રાખવાની અનુમાન કરી રહ્યા હતા. કેટલાક નિષ્ણાતો તો એવું પણ કહે છે કે સેન્ટ્રલ બેંક જૂન 2024 સુધી રેપો રેટમાં કોઈ ફેરફાર કરવા જઈ રહી નથી, કારણ કે RBIનો ટાર્ગેટ મોંઘવારી દરને 4 ટકાથી નીચે લાવવાનો છે.


ફેબ્રુઆરીથી બદલાયો નથી રેપો રેટ 
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ફેબ્રુઆરીથી આયોજિત તમામ નાણાકીય નીતિની બેઠકોમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રેપો રેટ હાલમાં 6.5 ટકા છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે આરબીઆઈ નાણાકીય વર્ષ 2024-25 પહેલા રેપો રેટમાં ઘટાડો નહીં કરે અને તે અત્યારે સ્થિર રહેશે.


રેપો રેટ વધવાથી કેવી રીતે મોંઘી થાય છે લોન?
રેપો રેટ એ દર છે કે જેના પર રિઝર્વ બેંક અન્ય બેંકોને લોન આપે છે અને બેંકો આ નાણાં લોકોને લોન તરીકે આપે છે. આ કારણોસર, જ્યારે પણ રેપો રેટ (Repo Rate) માં ફેરફાર થાય છે, ત્યારે તેની સીધી અસર લોનની EMI પર પડે છે. એટલે કે જો રેપો રેટ વધે છે તો લોનની EMI પણ વધે છે.