કેશની લેણદેણથી કોરોના વધવાનો ખતરો, RBIએ ગર્વનરને કરી આ અપીલ
કોરોના વાયરસના વધતા જતા કેસને રોકવા માટે આખા દેશમાં 21 દિવસનું લોકડાઉન લાગૂ છે. આ મહામારીથી બચવાનો એકમાત્ર ઉપાય સોશિયલ ડિસ્ટેંસિંગ છે અને સરકાર સતત જનતાને લોકડાઉનનું પાલન કરવાની અપીલ કરી રહી છે.
નવી દિલ્હી: કોરોના વાયરસના વધતા જતા કેસને રોકવા માટે આખા દેશમાં 21 દિવસનું લોકડાઉન લાગૂ છે. આ મહામારીથી બચવાનો એકમાત્ર ઉપાય સોશિયલ ડિસ્ટેંસિંગ છે અને સરકાર સતત જનતાને લોકડાઉનનું પાલન કરવાની અપીલ કરી રહી છે.
શક્તિકાંત દાસની અપીલ (RBI)ના ગરવનર શક્તિકાંત દાસે એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે. તેમણે આ મહામારીથી બચવા માટે હાલ ડિજિટલ લેણદેણ કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે કોરોના વાયરસ દેશ માટે દરેક પ્રકારના મોટા સંકટ છે અને બચાવ જ એકમાત્ર ઉપાય છે.
વીડિયોમાં શક્તિકાંત દાસે કહ્યું, 'કોરોના વાયરસના લીધે દેશ સંકટના દૌરમાંથી પસાર થઇ રહ્યો છે, એવામાં લોકો ઘરે રહીને જ ડિજિટલ ટ્રાંજેક્શન કરે. તેના માટે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને મોબાઇલ એપ દ્વારા લેણદેણ કરો.
કરન્સી લેણદેણથી બચવાની અપીલ
RBI ગર્વનરે કહ્યું કે ડિજિટલ લેણ-દેણ કરો અને સુરક્ષિત રહો. એક તરફ તેમણે દેશના લોકોને કરન્સીમાં લેણદેણ ઓછી કરવાની અપીલ કરી છે. તેના માટે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને મોબાઇલ એપ દ્વારા ટ્રાંજેક્શનની સલાહ આપી છે.
અત્રે ઉલ્લેખનીય છે કોરોના વાયરસ રોકવા માતે દેશમાં તમામ પ્રકાર ઉપાય કરવામાં આવી રહ્યા છે. લોકડાઉન વચ્ચે જો લોકો કરન્સીની લેણદેણ વધુ કરશે તો એકબીજાના સંપર્કમાં આવ્યા વિના આ સંભવ નથી અને તેનાથી કોરોના વાયરસ ફેલવાનો ડર રહેશે. એવામાં ડિજિટલ લેણદેણ બિલકુલ સુરક્ષિત છે.
કોરોના વાયરસ સંકટ સામે ઝઝૂમી રહેલા લોકોને રાહત આપવા માટે આરબીઆઇએ આ અઠવાડિયે મોટી જાહેરાત કરી છે. શક્તિકાંત દાસે રેપો રેટમાં 0.75 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત હોમ લોન અને કાર લોનના ગ્રાહકોને રાહત આપતાં 3 મહિનાના ઇએમઆઇ પછી ચૂકવવાની સુવિધા આપી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર