ATM યૂઝ કરનારાઓને મોટો ફાયદો, RBI એ બેંકોને જાહેર કર્યું સર્કુલર
આરબીઆઇ દ્વારા કહેવામાં આવ્યું છે કે બેંક એટીએમમાં થયેલા ફેલ ટ્રાંજકેશન અથવા નોન કેશ ટ્રાંજેક્શન જેમ કે બેલેન્સ ઇંકવાયરી અથવા ચેકબુક રિકવેસ્ટ ફ્રી ટ્રાંજેક્શન હેઠળ ગણવામાં આવશે નહી. આ ઉપરાંત રિઝર્વ બેંક દ્વારા કહેવામાં આવ્યું છે કે ફંડ કરવાની અથવા એટીએમ દ્વારા ટેક્સ ભરતાં ગ્રાહકની ફ્રી ટ્રાંજેકશનની સંખ્યા ઓછી થશે નહી.
નવી દિલ્હી: જો તમે પણ સામાન્ય રીતે ડેબિટ કાર્ડ કામ કમ એટીએમ યૂઝ કરો છો તો આ સમાચાર તમારે જરૂર વાંચવા જોઇએ. જી, હાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (આરબીઆઇ)એ ફ્રી એટીએમ ટ્રાંજેક્શન સાથે સંકળાયેલા નિયમોને લઇને સ્પષ્ટીકરણ જાહેર કર્યું છે. આરબીઆઇ દ્વારા કહેવામાં આવ્યું છે કે બેંક એટીએમમાં થયેલા ફેલ ટ્રાંજકેશન અથવા નોન કેશ ટ્રાંજેક્શન જેમ કે બેલેન્સ ઇંકવાયરી અથવા ચેકબુક રિકવેસ્ટ ફ્રી ટ્રાંજેક્શન હેઠળ ગણવામાં આવશે નહી. આ ઉપરાંત રિઝર્વ બેંક દ્વારા કહેવામાં આવ્યું છે કે ફંડ કરવાની અથવા એટીએમ દ્વારા ટેક્સ ભરતાં ગ્રાહકની ફ્રી ટ્રાંજેકશનની સંખ્યા ઓછી થશે નહી.
લોન્ચ પહેલા Realme 5 Proને લઈને મોટો ખુલાસો, જાણો તેના ખાસ ફીચર્સ
દર મહિને પાંચ ફ્રી ટ્રાંજેકશનનો નિયમ
તમને જણાવી દઇએ કે કેંદ્વીય બેંકના નિયમાનુસાર ખાતાધારકને દર મહિને પાંચ ફ્રી ટ્રાંજેક્શન આપવામાં આવે છે. આરબીઆઇ દ્વારા ક્ષેત્રીય ગ્રામીણ બેંક, શહેરી કો-ઓપરેટિવ બેંક, સ્ટેટ કો-ઓપરેટિવ બેંક, જિલ્લા કેંદ્વીય કો-ઓપરેટિવ બેંક, સ્મોલ ફાઇનેંસ બેંક, પેમેંટ બેંક સહિત બધા શેડ્યૂલ્ડ કોમર્શિયલ બેંકોને એક સર્કુલર જાહેર કર્યું છે. આ સર્કુલરમાં કહેવામાં આવ્યું છે કે અમારી જાણકારીમાં આવ્યું છે કે કેટલીક બેંક એટીએમમાં ટેક્નિકલ ખામીના કારણે ફેલ થયેલા ટ્રાંજેક્શન અથવા કેશ ન હોવાના કારણે પુરા ન થયેલા ટ્રાંજેક્શનને પણ ફ્રી એટીએમ ટ્રાંજેક્શનમાં ગણે છે.
Paytm યૂઝર્સ માટે જરૂરી સમાચાર, આ એક ભૂલથી ખાલી થઇ જશે તમારું એકાઉન્ટ
આ સ્થિતિમાં માન્ય નહી ગણાય ફ્રી ટ્રાંજેક્શન
આરબીઆઇ દ્વારા કહેવામાં આવ્યું છે કે આવા ટ્રાંજેક્શનને ફેલ ટ્રાંજેક્શન ગણવા જોઇએ અને તેના માટે ખાતાધારક પાસેથી કોઇપણ પ્રકારનો ચાર્જ વસૂલવામાં ન આવે. સેંટ્રલ બેંકે સ્પષ્ટ કર્યું છે કે જે ટ્રાંકેશન ટેક્નિકલ ખામીના લીધે હાર્ડવેર, સોફ્ટવેર, કોમ્યુનિકેશન પ્રોબ્લમના લીધે, એટીએમમાં કેશ ન હોવાના કારણે અને બેંક/સર્વિસ પ્રોવાઇડર દ્વારા ટ્રાંજેક્શન માટે ના પાડે છે, ખોટા પીનના કારણે ફેલ થઇ જાય છે તો આ ટ્રાંજેક્શન વેલિડ એટીએમ ટ્રાંજેક્શનમાં ગણવામાં ન આવે.
ટાટાએ લોન્ચ કરી Tiago JTP અને Tigor JTP, મળશે પહેલાંથી જ વધુ ફીચર્સ
કેંદ્વીય બેંકે એ પણ કહ્યું કે નોન કેશ વિડ્રોલ ટ્રાંજેક્શન જેમ કે બેલેન્સની તપાસ, ચેક બુક માટે એપ્લાઇ કરવી, ટેક્સ ચુકવણી, ફંડ ટ્રાંસફરને પણ ફ્રી એટીએમ ટ્રાંજેકશનનો ભાગ ગણવામાં નહી આવે. એટલે કે હવે જો તમે આ પ્રકારના ટ્રાંજેક્શન કરો છો તો તમારા ફ્રી ટ્રાંજેક્શન પ્રભાવિ થશે નહી.