close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

Paytm યૂઝર્સ માટે જરૂરી સમાચાર, આ એક ભૂલથી ખાલી થઇ જશે તમારું એકાઉન્ટ

Paytm એ ચેતાવણી જાહેર કરીને કહ્યું છે કે એકાઉન્ટ KYC કરાવી રહ્યા છો તો તમારે વધુ સાવધાન રહેવાની જરૂર છે. પેટીએમે નોટિફિકેશન જાહેર કરી યૂજર્સને કેવાઇસી માટે એનીડેસ્ક અને ક્વિક્સ પોર્ટ જેવી એપ ડાઉનલોડ ન કરવાની સલાહ આપી છે. કંપનીનું કહેવું છે કે પેટીએમ કેક્ઝિક્યૂટિવ દ્વારા કેવાઇસી પૂર્ણ કરાવો. 

Dushyant karnal Dushyant karnal | Updated: Aug 19, 2019, 05:13 PM IST
Paytm યૂઝર્સ માટે જરૂરી સમાચાર, આ એક ભૂલથી ખાલી થઇ જશે તમારું એકાઉન્ટ

નવી દિલ્હી: શું તમે પણ મોબાઇલ વોલેટ ઉપયોગ કરે છે અને તેને પોતાના બેંક એકાઉન્ટને લીંક રાખો છો? જો હા તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે, જો કેવાઇસીના ચક્કરમાં તમે કોઇ એપ ડાઉનલોડ કરી તો આ વોલેટ્સ દ્વારા તમારું એકાઉન્ટ ખાલી થઇ શકે છે. ભારતની સૌથી મોટી મોબાઇલ વોલેટ કંપની પેટીએમે ગ્રાહકોને ચેતાવણી આપી છે. પેટીએમે કહ્યું કે કેવાઇસીના ચક્કરમાં તમે ફસાઇ શકો છો એટલા માટે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. 

સ્વતંત્રતા દિવસને લઇ Flipkart પર Mi Days સેલ, સ્માર્ટફોન્સ પર બમ્પર ડિસ્કાઉન્ટ

KYC કરાવતી વખતે ધ્યાન રાખો
Paytm એ ચેતાવણી જાહેર કરીને કહ્યું છે કે એકાઉન્ટ KYC કરાવી રહ્યા છો તો તમારે વધુ સાવધાન રહેવાની જરૂર છે. પેટીએમે નોટિફિકેશન જાહેર કરી યૂજર્સને કેવાઇસી માટે એનીડેસ્ક અને ક્વિક્સ પોર્ટ જેવી એપ ડાઉનલોડ ન કરવાની સલાહ આપી છે. કંપનીનું કહેવું છે કે પેટીએમ કેક્ઝિક્યૂટિવ દ્વારા કેવાઇસી પૂર્ણ કરાવો. 

લોન્ચ પહેલા Realme 5 Proને લઈને મોટો ખુલાસો, જાણો તેના ખાસ ફીચર્સ

ખાલી થઇ શકે છે એકાઉન્ટ
PayTm એ પોતાના નોટિફિકેશનમાં કહ્યું કે જો તમે  KYC કરવવા માટે આ પ્રકારની એપ ઉપયોગ કરો છો તો છેતરપિંડી કરનારાઓ તમારું એકાઉન્ટ ખાલી કરી શકે છે. થોડા દિવસો પહેલાં રિમોટ એપ જેવી એની ડેસ્ક અને ટીમ વ્યૂઅર દ્વારા થનારી છેતરપિંડીના કેસ સામે આવ્યા છે. 

આરબીઆઇ પણ કરી ચૂક્યું છે એલર્ટ
વર્ષ 2019ની શરૂઆતમાં જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાએ પણ આ પ્રકારની એપ દ્વારા સાવધાન રહેવાની સલાહ આપી હતી. આરબીઆઇએ એલર્ટ કર્યું હતું કે ઘણી બેંકોના નામથી આ એપને ડાઉનલોડ કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ એવામાં એપ તમારા ફાઇનાન્સને આંચકો આપી શકે છે. એચડીએફસી, આઇસીઆઇસીઆઇ અને એક્સિસે પણ પોતાના ગ્રાહકોને આ એપને ડાઉનલોડ ન કરવા માટે એસએમએસ અને ઇ-મેલ દ્વારા સૂચિત કરવામાં આવ્યા હતા. 

આ તારીખે ભારતમાં લોન્ચ થશે Motorola One Action, જાણ શું છે તેના ફીચર

કેવી રીતે થાય છે છેતરપિંડી?
લોકોને ફસાવવા માટે છેતરપિંડી કરનારા બનાવટી બેંક એક્ઝિક્યૂટિવ બનીને ફોન કરે છે. ગ્રાહકોને બેંક એકાઉન્ટ સાથે સંકળાયેલી કોઇ સમસ્યાની જાણકારી આપવામાં આવે છે. ગ્રાહકોને ડરાવવામાં પણ આવે છે કે સ્ટેપ્સ ફોલો નહી કરવા પર નેટ બેકિંગ બ્લોક કરવામાં આવી શકે છે. બ્લોક થવાની વાત સાંભળતા જ મોટાભાગના ગ્રાહક તેનાથી સકંજામાં ફસાઇ જાય છે. એટલા માટે જરૂરી છે કે બેંકમાંથી કોલ છે કે નહી તેને કન્ફર્મ જરૂર કરો. 

Samsung અને Xiaomi એ મળીને લોન્ચ કર્યો દુનિયાનો પહેલો 108MP કેમેરા સેન્સરવાળો ફોન

કોડ દ્વારા હેક થઇ જાય છે ફોન
છેતરપિંડી કરનારા મોટાભાગે ગ્રાહકોને રિમોટ એપ ઇન્સ્ટોલ કરવાનું કહે છે. એપ ઇન્સ્ટોલ કર્યા બાદ ગ્રાહક પાસેથી વેરિફિકેશન માટે 9 ડિજિટનો કોડ માંગવામાં આવે છે. આ તે કોડ હોય છે કે જેના દ્વારા તમે ડિવાઇસને સંપૂર્ણ એક્સેસ હેકર પાસે પહોંચી જાય છે. તમને ખબર પણ નથી કે પડતી કે તમારો ફોન હવે તેમના ઇશારા પર ચાલી રહ્યો છે. તે ડિવાઇસની સ્ક્રીનને સતત મોનિટર કરે છે. 

ટાટાએ લોન્ચ કરી Tiago JTP અને Tigor JTP, મળશે પહેલાંથી જ વધુ ફીચર્સ

ચોરી લે છે તમારી બેકિંગ ડીટેલ
ડિવાઇસને મોનિટર કરતી વખતે જ છેતપિંડી કરનારા તમારી પુરી ડીટેલ્સ ચોરી લે છે. આ રેકોર્ડ પણ મેન્ટેન કરવામાં આવે છે. એપ ડાઉનલોદ કર્યા બાદ ગ્રાહક જ્યારે પણ મોબાઇલ બેકિંગ, પેટીએમ અથવા બીજા મોબાઇલ વોલેટથી UPI દ્વારા પેમેંટ કરો છો તો તેની સંપૂર્ણ લોગ ઇન ડીટેલ હેકર પાસે પહોંચી જાય છે. ત્યારબાદ તે તમારું એકાઉન્ટ સંપૂર્ણપણે ખાલી કરી શકે છે. 

WhatsApp લાવ્યું એંડ્રોઇડ માટે નવું ફીચર, હવે ફિંગરપ્રિંટથી ઓપન થશે એપ

બચવા માટે અપનાવો આ ટિપ્સ
બેકિંગ ડીટેલ્સ લીક અને ઓનલાઇન છેતરપિંડીથી બચવા માટે કોઇપણ રિમોટ એપને ડાઉનલોડ અથવા ઇન્સ્ટોલ કરશો નહી. જો કોઇ કારણથી આ એપ ડાઉનલોડ કરો પણ છો તો વેરિફિકેશન કોડ કોઇની સાથે શેર કરવો નહી. ભલે તે બેંક અથવા મોબાઇલ વોલેટ કંપની એક્ઝિક્યૂટિવ જ કેમ ન હોય. કોઇપણ બેંક પણ પોતાના ગ્રાહક પાસેથી કોઇ એપ ડાઉનલોડ કરવાનું કહેતી નથી.