નવી દિલ્હી : છેલ્લા કેટલાક દિવસોથી આખા દેશના અલગઅલગ હિસ્સાઓમાંથી રાજ્યના એટીએમ સદંતર ખાલી થઈ ગયા હોવાના સમાચાર આવી રહ્યા છે. આ સંજોગોમાં એટીએમની બહાર લાંબીલાંબી લાઇનો લાગી રહી છે અને લોકોમાં ફરી નોટબંધી જેવો માહોલ ઉભો થવાની દહેશત છે. જોકે આ વાત વધારે વણસે એ પહેલાં કેશની અછત પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ સ્ટેટમેન્ટ જારી કરી સ્પષ્ટ કર્યું કે, કેશની કોઈ અછત નથી અને આરબીઆઈના કરન્સી ચેસ્ટ્સમાં પૂરતી રોકડ છે. આરબીઆઈએ જણાવ્યું કે, નોટો છાપવાની પ્રક્રિયા પણ ઝડપી કરી દેવાઈ છે. જોકે, કેટલાક વિસ્તારોમાં કેશને પહોંચાડવામાં આવતી મુશ્કેલીઓને કારણે કેશ સંકટને દૂર કરવામાં થોડા દિવસો લાગી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિઝર્વ બેંકે કહ્યું કે, કેટલાક વિસ્તારોમાં ATMsમાં કેશ પહોંચાડવામાં થોડો સમય લાગી શકે છે. સાથે જ ઘણા એટીએમ મશીનોમાં નવી નોટો માટે રીકેલિબ્રેશનની પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે. આરબીઆઈએ કહ્યું કે, આ બંને બાબતો પર તેની નજર છે. તો પણ સાવધાની રાખતા આરબીઆઈ એવા વિસ્તારોમાં કેશની આપૂર્તિ ઝડપી કરશે, જ્યાં એકાએક કેશ ઉપાડમાં ઝડપ આવી છે.


સુરતની નિર્ભયાના મળી ગયા માતા-પિતા?


આ મામલે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સ્વીકાર્યું છે કે રોકડાની અછત પ્રવર્તે છે અને આ મામલે સત્તાવાર નિવેદન જાહેર કર્યુ છે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું છે ''હાલ રાજ્યમાં નાણાંની અછત છે. આરબીઆઇના રિજિયોનલ મેનેજરને આ વાતની જાણ કરવામાં આવી છે. આ મામલે મુખ્ય સચિવ સાથે પણ વાત કરવામાં આવી છે અને વહેલી તકે નાણાં ઉપલબ્ધ કરાવવા માટે જણાવવામાં આ્વ્યું છે. આ હાલાકીને કારણે ખેડૂતોની તકલીફ વધી છે. આ સંજોગોમાં રોકડ રકમ ઉપલબ્ધ કરાવવા જણાવ્યું છે. ગુજરાતમાં સાત દિવસથી રોકડ પૈસાની અછત છે અને એટીએમ ખાલી થઈ ગયા છે. જોકે આ સમસ્યાનો બે દિવસમાં ઉકેલ લાવી દેવામાં આવશે.''